Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

શિલ્પા શેટ્ટીએ કહ્યું -ઇરોટિકા પોર્નથી અલગ છે અને તેમના પતિ પોર્ન સામગ્રીના નિર્માણમાં સામેલ નહતા

હૉટશૉટ્સ સાથે કોઇ લેવા દેવા નથી : લંડન સ્થિત આરોપી અને રાજ કુંદ્રાના બહેનોઇ પ્રદીપ બખ્શી હતા જે એપ અને તેના કામકાજ સાથે જોડાયેલા હતા.

મુંબઈ : પોર્નોગ્રાફીનો આરોપ લાગ્યા બાદ રાજ કુંદ્રા મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. રાજ કુંદ્રા મુંબઇ પોલીસના રિમાન્ડ પર છે. આ સંકટના સમયમાં રાજ કુંદ્રાની પત્ની અને અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ તેમનું સમર્થન કર્યુ છે. મુંબઇ પોલીસના સુત્રો અનુસાર શિલ્પાએ કહ્યુ છે કે તેમણે હૉટશૉટ્સની સામગ્રી વિશે ખબર નહતી, તેમણે દાવો કર્યો કે હૉટશૉટ્સ સાથે કોઇ લેવા દેવા નથી. શિલ્પા શેટ્ટીએ કહ્યુ કે ઇરોટિકા પોર્નથી અલગ છે અને તેમના પતિ રાજ કુંદ્રા પોર્ન સામગ્રીના નિર્માણમાં સામેલ નહતા

શિલ્પા શેટ્ટીએ આગળ કહ્યુ કે આ લંડન સ્થિત આરોપી અને રાજ કુંદ્રાના બહેનોઇ પ્રદીપ બખ્શી હતા જે એપ અને તેના કામકાજ સાથે જોડાયેલા હતા. શિલ્પાએ દાવો કર્યો કે તેમના પતિ નિર્દોષ છે.

પતિ પર પોર્નોગ્રાફીનો આરોપ લાગ્યા બાદ શિલ્પા શેટ્ટી પણ અલગ જોવા મળી રહી હતી. તે ટીવી શોની શૂટિંગ પર પણ નહતી જઇ રહી. આટલુ જ નહી શિલ્પાએ સોશિયલ મીડિયા પર પણ પોતાની ગતિવિધિને ઓછી કરી દીધી છે

શિલ્પા શેટ્ટીની ફિલ્મ હંગામા-2 શુક્રવારે રિલીઝ થઇ છે. શિલ્પા શેટ્ટીએ હંગામા 2ના પોસ્ટરને પોતાના ઇંસ્ટાગ્રામ પર શેર કર્યો હતો, સાથે જ એક મેસેજમાં પણ લખ્યુ હતું, તેમણે લોકોને અપીલ કરી છે કે તે હંગામા 2 જરૂર જુવે. તે પોતાની પોસ્ટમાં લખે છે કે જે કઇ પણ થઇ રહ્યુ છે, તેની અસર ફિલ્મ પર ના પડવી જોઇએ. આ પહેલા કેસમાં મુંબઇ પોલીસે શિલ્પા શેટ્ટીનું શુક્રવારે નિવેદન દર્જ કર્યુ હતું. પોલીસ જાણવા માંગતી હતી કે શિલ્પા શેટ્ટીને તેના પતિના આ વેપાર વિશે ખબર હતી કે નહતી. શિલ્પા શેટ્ટી સાથે તેના બંગલા પર પાંચ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી.

કોર્ટે રાજ કુંદ્રાને 27 જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે. રાજ કુંદ્રાએ પોતાની ધરપકડને બોમ્બે હાઇકોર્ટમાં પડકારી છે. આ મામલે પોલીસે અત્યાર સુધી 11 લોકોની ધરપકડ કરી છે

(7:14 pm IST)