Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

ભારતની મહિલાઓનો વિશ્વભરમાં દબદબો : સાયન્સ ,ટેક્નોલોજી ,એન્જીનીયરીંગ ,તથા મેથેમેટિકસ (STEM) ડિગ્રી મેળવવામાં વિકસિત દેશોની મહિલાઓને પણ પાછળ રાખી દીધી : વર્લ્ડ બેન્કના આંકડાઓ મુજબ (STEM) ડિગ્રી મેળવનાર મહિલાઓમાં અમેરિકા ,યુ.કે., જર્મની ,તથા ફ્રાન્સ જેવા વિકસિત દેશો કરતા પણ ભારતની મહિલાઓ અગ્ર ક્રમે

ન્યુદિલ્હી :  વર્લ્ડ બેન્કના આંકડાઓ મુજબ છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન  (STEM) ડિગ્રી મેળવનાર મહિલાઓમાં અમેરિકા ,યુ.કે., જર્મની ,તથા ફ્રાન્સ જેવા વિકસિત દેશો કરતા પણ ભારતની મહિલાઓ અગ્ર ક્રમે છે. જે મુજબ ભારતની 43 ટકા મહિલાઓએ  STEM ગ્રેજ્યુએટ ડિગ્રી મેળવી છે. જયારે વિકસિત દેશો પૈકી અમેરિકાની 34 ટકા ,યુ.કે.ની 38 ટકા ,જર્મનીની 27 ટકા ,તથા ફ્રાન્સની 32 ટકા મહિલાઓએ STEM ગ્રેજ્યુએટ ડિગ્રી મેળવી છે.
જોકે સામે પક્ષે ભારતના પુરુષ STEM ગ્રેજ્યુએટની સંખ્યામાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ઘટાડો નોંધાયો છે.

લોકસભામાં પૂછવામાં આવેલા પ્રશ્નનાં જવાબમાં એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા ઉપરોક્ત માહિતી આપવામાં આવી હતી.તેવું ઈ.ટી.દ્વારા જાણવા મળે છે.

(6:45 pm IST)