Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

૧૨.૯૦ રૂપિયાના એક શેરે રોકાણકારોને કર્યા માલામાલ ! ૧ લાખ રૂપિયાના બની ગયા ૬ લાખ રૂપિયા !

ટેલીકોમ સ્ટોકે ૧ વર્ષમાં ૫૦૦ ટકાથી વધારે વળતર આપ્યું છે : આ દરમિયાન આ શેર ૧૨.૯૦ રૂપિયાથી છલાંગ લગાવીને ૭૭.૦૫ રૂપિયા થઈ ગયો છે

નવી દિલ્હી તા. ૨૪ : ગત આખું વર્ષ શેર બજારમાં રોકાણ કરતા લોકો માટે સારું રહ્યું છે. વર્ષ ૨૦૨૧માં અનેક શેરની કિંમતમાં તેજી જોવા મળી હતી. આ દરમિયાન અમુક શેરોએ ૧૦૦ ટકાથી વધારે રિટર્ન આપ્યું છે. જો ૨૦૨૧ના મલ્ટી બેગર સ્ટોકસની વાત કરવામાં આવે તો અનેક એવા શેર છે જેમણે ખૂબ સારું વળતર આપ્યું છે. HFCL એક આવો જ શેર છે. આ ટેલિકોમ શેરે (HFCL stock) એક વર્ષમાં ૫૦૦ ટકાથી વધારે વળતર આપ્યું છે. HFCLનો શેર ૧૨.૯૦ રૂપિયાથી વધીને ૭૭.૦૫ રૂપિયા પર પહોંચી ગયો છે.

છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં આ શેર ૨.૫૨ ટકા તૂટ્યો છે. પરંતુ છેલ્લા એક મહિનામાં આ સ્ટોકે ૧૬ ટકા વળતર આપ્યું છે. છેલ્લા એક મહિનામાં આ શેરનો ભાવ ૬૬.૮૦ રૂપિયામાંથી વધીને ૭૭.૦૫ રૂપિયા પ્રતિ શેર થયો છે. છેલ્લા છ મહિનામાં આ શેર ૧૫૧ ટકા ભાગ્યો છે અને આ જ ગાળામાં શેરની કિંમત ૩૦.૮૫ રૂપિયાથી વધીને ૭૭.૦૫ રૂપિયા પ્રતિ શેર થઈ છે.

બીજી રીતે જોઈએ તો કોઈ રોકાણકારે આ સ્ટોકમાં ૧ મહિના માટે ૧ રૂપિયા રોકયા હોય તો એ એક લાખ રૂપિયાની કિંમત બીજા મહિને ૧.૧૬ લાખ રૂપિયા થઈ જતી. આ જ રીતે કોઈ રોકાણકારે છ મહિના પહેલા એક લાખ રૂપિયા રોકયા હોત તો આ સમયે તેની કિંમત ૨.૫૧ લાખ રૂપિયા થઈ જતી. જો કોઈ રોકાણકારે HFCLના શેરમાં એક વર્ષ પહેલા ૧ લાખ રૂપિયા રોકયા હોત તો આજે તેની કિંમત ૬.૭૮ લાખ રૂપિયા થઈ જતી.

કોરોના પછી બદલાયેલી પરિસ્થિતિ પ્રમાણે દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાસતત પોતાના પોર્ટફોલિયોને રિબેલેન્સ કરી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોમાં તેમણે અનેક સ્ટોકસમાં પોતાની ભાગીદારી ઘટાડી છે, તો અમુક સ્ટોકસમાં પોતાની ભાગીદારી વધારી પણ છે. હવે બિગ બુલે જૂન-૨૧ કવાર્ટરમાં પ્રમુખ Mortgage Lender ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સમાં ૨.૨% ઇકિવટી શેર ખરીદ્યા છે.

૨૧ જૂનના રોજ પ્રકાશિત થયેલા શેર હોલ્ડિંગ પેટર્ન પ્રમાણે રાકેશ ઝુનઝુનવાલાએ Indiabulls Housingના એક કરોડ ઇકિવટી શેર ખરીદ્યા છે. Indiabulls Housingના શેર ૨૦ જુલાઈના રોજ બીએસઈ પર ૧.૮૧ ટકા ઘટીને ૨૬૬.૧૦ રૂપિયા પર ટ્રેક કરી રહ્યો હતો.

(2:57 pm IST)