Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

આજના દિવસે ભગવાન બુદ્ધે પહેલું જ્ઞાન સંસારને આપ્યું હતું : નરેન્દ્રભાઈ

ગુરુપૂર્ણિમાએ પીએમએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

નવી દિલ્હીઃ ગુરુપૂર્ણિમાના પાવન પર્વ પર પીએમ મોદીએ દેશવાસીઓને શુભકામનાઓ આપી હતી. આ સાથે તેઓએ પૂર્ણિમા- ધમ્મચક્ર દિવસ કાર્યક્રમમાં પણ સંબોધન કર્યું હતું.

પીએમ મોદીએ કહ્યું કે તમને સૌને ધમ્મચક્ર પ્રવર્તન દિવસ અને અષાઢ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે આપણે ગુરુપૂર્ણિમા પણ મનાવીએ છીએ અને આજના દિવસે ભગવાન બુદ્ધને બુદ્ધત્વની પ્રાપ્તિ થયા બાદ તેમનું પહેલું જ્ઞાન સંસારને આપ્યું હતું. 

પીએમ મોદીએ કહ્યું આજે કોરોના મહામારીના રૂપમાં માનવતાની સામે એવું સંકટ છે જ્યારે ભગવાન બુદ્ધ આપણી સામે વધારે પ્રાસંગિક બને છે.બુદ્ધના માર્ગ પર ચાલીને મોટી ચેલેન્જનો સામનો કરી શકાય છે. ભારતે આ કરીને દેખાડ્યું છે.બુદ્ધા સમ્યક વિચારને લીધે આજે દુનિયાના દેશ પણ એકમેકનો હાથ પકડી રહ્યા છે અને એકમેકની તાકાત બની રહ્યા છે. 

પીએમ મોદીએ કહ્યું કે સારનાથમાં ભગવાન બુદ્ધા જીવન, જ્ઞાનના સૂત્રમાં કહેવાયું છે કે તેઓએ દુઃખ અને દુઃખના કારણો જણાવ્યા છે. આશ્વાસન આપ્યું કે દુઃખને જીતી શકાય છે અને જીતનો રસ્તો પણ બતાવ્યો છે. 

ગુરુપૂર્ણિમા અષાઢ માસની પૂર્ણિમાએ ઉજવાય છે. આ દિવસે ગોવર્ધન પર્વતની લાખો શ્રદ્ધાળુઓ પરિક્રમા કરે છે.બંગાળી સાધુઓ માથું મુંડાવે છે અને પરિક્રમા કરે છે. વ્રજમાં મુડિયા પૂનોના નામે ઓળખવામાં આવે છે. આ દિવસે ગુરુની પૂજા કરાય છે. આખા ભારતમાં આ તહેવાર શ્રદ્ધા સાથે ઉજવાય છે. આમ તો વ્યાસના નામે અનેક વિદ્વાન છે પણ વ્યાસ ઋષિ ચારે વેદના પ્રથમ વ્યાખ્યાતા હતા. આજના દિવસે તેમની પૂજા કરાય છે.

(2:56 pm IST)