Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

અમેરિકામાં પહેલીવાર કેંડિડા ઓરિસના કલ્ટસ્ટર જોવા મળ્યા : તેની પર એન્ટીફંગલ દવાની અસર થતી નથી

કોરોના બાદ આ જીવલેણ બીમારીએ ટેન્શન વધાર્યું

ન્યૂયોર્ક,તા.૨૪:  અમેરિકામાં કોરોના વાયરસ મહામારીની વચ્ચે જીવલેણ કેંડિડા ઓરિસના કેસની જાણકારી મળી છે. અધિકારીએ ગુરુવારે ડલાસની ૨ હોસ્પિટલમાં અને વોશિંગ્ટન ડીસીના એક નર્સિંગ હોમમાં આ જીવલેણ કેસની જાણકારી મેળવી છે. કેંડિડા ઓરિસ યીસ્ટનું એક ખતરનાક રૂપ છે. તેને ગંભીર મેડિકલ કંડીશનના રોગીને માટે ખતરનાક માનવામાં આવે છે. કેમકે તે રકતપ્રવાહમાં સંક્રમણ અને મોતનું કારણ પણ બની શકે છે.

ટીમનું કહેવું છે કે પહેલી વાર કેંડિડા ઓરિસના કલ્સ્ટર જોવા મળી રહ્યા છે. જેમાં એક વ્યકિતથી અન્ય વ્યકિતઓ સંક્રમિત થઈ રહ્યા છે. વોશિંગ્ટન ડીસી નર્સિંગ હોમમાં કેંડિડા ઓરિસના ૧૦૧ કેસ સામે આવ્યા છે. તેમાંથી ૩ કેસ આ બીમારીના છે. દરેક ૩ પ્રકારની એન્ટી ફંગલ દવાઓના પ્રતિરોધી હતા. તો ડલાસમાં ૨ હોસ્પિટલમાં કેંડિડા ઓરિસના ૨૨ કેસમાં રિપોર્ટમાં કલ્સ્ટર જોવા મળ્યા છે. તેમાંથી ૨ કેસ મલ્ટી જ્રગ પ્રતિરોધી મળ્યા છે. ઘ્ઝ્રઘ્હ્ય્ પરિણામ પર પહોંચ્યું છે કે સંક્રમિત દર્દીથી અન્ય દર્દીમાં ફેલાઈ શકે છે. ૨૦૧૯દ્ગક્ન વિપરિત છે જયારે વૈજ્ઞાનિકોએ કહ્યું કે ન્યૂયોર્કમાં ૩ દર્દીમાં દાવઓા પ્રતિરોધ બન્યા છે.

યૂએસ સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શનના અનુસાર કેંડિડા ઓરિસ સંક્રમણના ૩માંથી ૧થી વધારે દર્દીમાં મોત થઈ રહ્યા છે. અમેરિકી સ્વાસ્થ્ય એજન્સીએ ફંગલને ગંભીર વૈશ્વિક સ્વાસ્થ્યનો ખતરો ગણાવ્યો છે. સીડીસી આ ફંગલને લઈને ચિંતિત છે. કેમકે આ ખાસ કરીને બહુ દવા પ્રતિરોધી હોય છે. તેનો મતલબ એ છે કે આ સંક્રમણની સારવાર માટે ઉપયોગમાં લેવાતી એન્ટી ફંગલ દવાના પ્રતિરોધી છે. સ્ટેન્ડર્ડ લેબોલેટરી રીતનો પ્રયોગ કરીને સંક્રમણની ઓળખ કરવામાં મુશ્કેલીઓ વધી રહી છે. કેમકે ખોટી ઓળખ થાય તો ખોટી સારવાર થઈ શકે છે.

ગંભીર કેંડિડા સંક્રમણ ખાસ કરીને જે લોકો પહેલાથી કોઈને કોઈ બીમારીથી ગ્રસિત રહે છે. એવામાં જાણવું મુશ્કેલ છે કે શું કોઈને કેંડિડા ઓરિસનું સંક્રમણ છે કે નહીં. સીડીસીના આધારે તાવ, ઠંડી લાગવી એ કેંડિડા ઓરિસના સામાન્ય લક્ષણો છે. સંક્રમણ માટે એન્ટીબાયોટિક સારવાર બાદ પણ લક્ષણોમાં સુધારો જોવા મળી રહ્યો નથી. વૈજ્ઞાનિક હજુ પણ શોધ કરી રહ્યા છે કે કેંડિડા ઓરિસ સંક્રમણ એન્ટી ફંગલ દવાઓના માટે પ્રતિરોધી શા માટે છે અને આ ફંગલને હાલમાં સંક્રમણ કેમ ફેલાવવાનું શરૂ કર્યું છે.

(2:56 pm IST)