Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

ટોકયો ઓલિમ્પિકમાં ભારતે ખાતુ ખોલ્યું

વેઇટલીફટીંગમાં મીરાબાઇ ચાનુને સિલ્વર મેડલ

મીરાબાઇએ ૪૯ કિલો વેઇટ કેટેગરીમાં ૨૦૨ કિલો વજન ઉપાડી સિલ્વર જીત્યો, દેશવાસીઓએ શુભેચ્છા પાઠવીઃ શુટર સૌરભ ચૌધરી પણ ફાઇનલમાં પહોંચ્યોઃ વધુ એક મેડલ પાકુ : ચીને પ્રથમ ગોલ્ડ મેળવ્યોટોકયો ઓલિમ્પિકમાં આજે બીજા દિવસે ચીને ગોલ્ડ, ભારત, રશ્યિાએ સિલ્વર અને સ્વીઝરલેન્ડએ બ્રોન્ઝ મેળવ્યો છે.

નવી દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે પહેલો મેડલ જીતી લીધો છે. વેટલિફ્ટર મીરાબાઈ ચાનૂ મહિલાઓની ૪૯ કિલોની વેટ કેટેગરીમાં કુલ ૨૦૨ કિલો વજન ઉપાડીને સિલ્વર મેડલ જીતી છે. ચીનની હોઉ જિહૂઈએ ૨૧૦ કિલોગ્રામ વજન ઉપાડીને ગોલ્ડ મેડલ જીત્યો છે. ઈન્ડોનેશિયાની કેન્ટિકા વિન્ડીએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

બીજી તરફ ભારતીય શૂટર સૌરભ ચૌધરી ૧૦ મીટર એર પિસ્તોલ ઇવેન્ટની ફાઈનલમાં પહોંચી ગયો છે. સૌરભ ૬ઠ્ઠી સિરીઝના કવોલિફાઇંગ રાઉન્ડમાં ૬૦૦ પોઇન્ટમાંથી ૫૮૬ સ્કોર પર પ્રથમ રહ્યો હતો. આ ઇવેન્ટમાં અન્ય એક બીજા ભારતીય શૂટર અભિષેકને કવોલિફાઇંગ રાઉન્ડમાં જ બહાર કરી દેવાયો હતો. ૫૭૫ પોઇન્ટ સાથે તે ૧૭મા ક્રમે રહ્યો છે. કવોલિફાઇંગમાં ટોપ-૮ સ્થાને રહેનાર શૂટરને ફાઇનલમાં જગ્યા મળે છે.

 ટોક્યો ઓલિમ્પિકસમાં આજે મેડલ માટે સ્પર્ધાઓ શરૂ થઈ હતી. ભારતીય ખેલાડીઓની શરૂઆત મિશ્ર પરિણામ સાથે થઈ છે. તીરંદાજીની મિશ્રિત ઇવેન્ટમાં દીપિકા કુમારી અને પ્રવીણ જાધવની જોડી કવાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે, જ્યારે, શૂટિંગમાં મહિલાઓની ૧૦ મીટર એર રાઇફલ ઇવેન્ટમાં ભારતની ઇલાવેનિલ વાલારિવન અને અપૂર્વી ચંદેલા ફાઇનલ માટે કવોલિફાઇ ન કરી શકી. 

(2:55 pm IST)