Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

એમજી મોટર ઇન્ડિયાએ રાજકોટમાં ૪૧૯ કિમી સર્ટિફાઇડ રેન્જ ધરાવતી ન્યુ ZS EV 2021 રજુ કરી

મુંબઇ,તા.૨૪: એમજી મોટર ઈન્ડિયાએ રાજકોટમાં રૂ. ૨૦,૯૯,૮૦૦ની કિંમત ધરાવતી ન્યુ ZS EV 2021 રજૂ કરી છે અપડેટેડ વર્ઝન એવી ન્યુ ZS EV બેસ્ટ ઈન કલાસ 44.Kwh હાઈટેક બેટરી અને ૪૧૯ કિમીની સર્ટિફાઈડ રેન્જ ધરાવે છે. આ શ્રેણી ન્યુ ૨૧૫/૫૫/ય્૧૭ ટાયર્સથી સજ્જ છે, તેમજ વ્હીકલ અને બેટરી પેક ગ્રાઉન્ડ કલીયરન્સીસ અનુક્રમે 177mm અને 205mm વધારી શકાય છે.

ZS EV 2021 માટે કંપનીએ તેના પાર્ટનર્સ સાથે ચાર્જિંગ ઈકોસિસ્ટમને વિસ્તારી છે અને બુકીંગ્સ માટે તે ૩૭ શહેરોમાં ઉપલબ્ધ છે.

એમજી ZS EV વાહન 143 PS પાવર અને 350 Nm ટોર્ક ધરાવે છે. માત્ર ૮.૫ સેકન્ડસમાં તે ૦થી ૧૦૦ કિમી પ્રતિકલાકની ગતિ મેળવી શકે છે. તે બે વેરિયન્ટસ-એકસાઈટ અને એકસ્કલુસિવમાં ઉપલબ્ધ છે. ભારતના પ્રથમ પ્યોર ઈલેકટ્રીક ઈન્ટરનેટ SUVનુંશ્રેય ધરાવતું આ વાહન એમજી સિગ્નેચર ગ્લોબલ ડિઝાઈન કયુઝ ધરાવે છે. તેમાં પેનોરેમિક સનરૂફ, ૧૭ ઈંચ ડાયમંડ કટ એલોય વ્હીલ્સ, PM ૨.૫ ફિલ્ટર અને વધુ આકર્ષણો ધરાવે છે.

ZS EVનો સાથોસાથ એમજીએ તેના ગ્રાહકોને વધુ સુવિધાઓ પણ ઓફર કરી છે. ૫ઉચ ચાર્જિંગ ઈકોસિસ્ટમમાં ઘર કે ઓફિસમાં ફ્રી ઓફ કોસ્ટ એસી ફાસ્ટ ચાર્જ, પોર્ટેબલ ઈન કાર ચાર્જિંગ કેબલ, ડિલરશીપ્સ પર DC સુપરફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન, પાંચ શહેરોમાં ૨૪*૭ ચાર્જ ઓન ધ ગો સુવિધા તેમજ ટુરિસ્ટ હબ્સ અને સેટેલાઈટ શહેરોમાં ચાર્જિંગ સ્ટેશન્સનો સમાવેશ થાય છે.

. એમજી મોટર ઈન્ડિયાનાં ચીફ કોમર્શિયલ ઓફિસર શ્રી ગૌરવ ગુપ્તાએ જણાવ્યું હતું કે રાજકોટમાં ZS EVનો વિસ્તારેલા ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રકચર સાથે રજૂ કરતા ગૌરવની લાગણી થાય છે. ZS EVનો ક્રમ બધ્ધ રીતે વધારે શહેરોમાં ઉપલબ્ધીથી અમે અમારું લક્ષ્યાંક હાંસલ કરી શકીશુંએમજી ZS EV હવે ભારતનાં ૩૭ શહેરોમાં ઉપલબ્ધ છે.

(11:33 am IST)