Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

પોનોગ્રાફી કેસ સંદર્ભે

૬ કલાક ચાલી શિલ્પા શેટ્ટીની પૂછપરછઃ રાજ કુન્દ્રા હાઇકોર્ટનાં દરવાજે

મુંબઇ, તા.૨૪: પોર્નોગ્રાફી કેસની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચનાં અધિકારીઓ શિલ્પા શેટ્ટીનાં ઘરે પહોચ્યા હતાં. આ દરમિયાન એકટ્રેસથી છ કલાક સુધી પૂછપરછ થઇ હતી. શિલ્પાને મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દ્યણાં બધા સવાલ કર્યા હતાં. સાથે જ તેની બેન્ક ડિટેઇલ્સની પણ તપાસ થશે તેવી વાત સામે આવી છે. કારણ કે શિલ્પા પણ રાજ કુન્દ્રાની સાથે વિઆન કંપનીની ડિરેકટર રહી છે. હાલમાં શિલ્પા અને રાજની અંધેરી સ્થિત વિઆન કંપનીમાં ક્રાઇમ બ્રાન્ચની રેડ હતી. આ દરમિયાન ઘણો બધો ડેટા પણ મળી આવ્યો હતો.

શિલ્પાની પૂછપરછ પૂર્ણ થઇ- મુંબઇ ક્રાઇમ બ્રાન્ચનાં અધિકારીઓ શુક્રવારે શિલ્પાનાં ઘરે પહોંચ્યા હતાં જયાં તેમણે શિલ્પાને પોર્નોગ્રાફી મામલે ઘણાં બધા સવાલ કર્યા હતાં. તેની ૬ કલાક સુધી પૂછપરછ ચાલી હતી. લાંબા સમય સુધી પૂછપરછ કર્યા બાદ અધિકારીઓ રાત્રે ૯ વાગ્ય શિલ્પાનાં ઘરની બહાર આવી ગયા હતાં આ પૂછપરછ પૂર્ણ થઇ ગઇ હતી. ક્રાઇમ બ્રાંચે શિલ્પાનું નિવેદન લીધુ હતું.

ક્રાઇમ બ્રાન્ચે શિલ્પાને પુછયા આ સવાલો

૧. શિલ્પા વિયાન કંપનીની ડિરેકટર કયારથી હતી?

૨. શું તેને પોનોગ્રાફી રેકેટ અંગે કંઇ જાણ હતી?

૩. વર્ષ ૨૦૨૦માં તેણે ડિરેકટર પદ પરથી રાજીનામું કેમ આપી દીધુ?

આ ઉપરાંત સોર્સીસ મુજબ, તેનાં બેંક અકાઉન્ટની પણ તપાસ કરવામાં આવશે. હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ શિલ્પાનાં ઘરે જ તેની પૂછપરછમાં લાગી છે.

રાજ કુન્દ્રાએ પોલીસને કરી ચેલેન્જ- મુંબઇ પોલીસ પર પલટવાર કરતાં રાજ કુન્દ્રાએ હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. તેણે કહ્યું છે કે, 41A નોટિસ મુંબઇ પોલિસ દ્વારા તેને આપવામાં આવી નથી. 41A નોટિસ, પોલીસની સામે પેશી માટે હોય છે. આ નોટિસ મળ્યા બાદ જ તેનું પાલન જે તે વ્યકિતને કરવાનું હોય છે. જો વ્યકિત આમ કરે છે તો તેની તેનાં આરોપો હેઠળ ધરપકડ થતી નથી. જોકે, કોઇ વ્યકિત નોટિસનાં નિયમોને નથી માનતી તો તેની ધરપકડ થઇ શકે છે.

(10:19 am IST)