Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

અમેરિકાના ન્યૂજર્સીમાં મિસ/મિસિસ /ટિન ઇન્ડિયા સૌંદર્ય સ્પર્ધા યોજાઈ : એડિસન મુકામે ઇન્ડિયા ફેસ્ટિવલ કમિટી આયોજિત સ્પર્ધામાં જુદા જુદા 30 સ્ટેટની 61 સુંદરીઓએ ભાગ લીધો

ન્યુજર્સી : તાજેતરમાં 16 જુલાઈ 2021 ના રોજ અમેરિકાના ન્યૂજર્સીમાં મિસ/મિસિસ /ટિન ઇન્ડિયા સૌંદર્ય સ્પર્ધા યોજાઈ ગઈ. જેમાં જુદા જુદા 30 સ્ટેટની 61 સુંદરીઓએ ભાગ લીધો હતો. આ સંખ્યા અત્યાર સુધીમાં યોજાયેલી સૌંદર્ય સ્પર્ધાની સૌથી વધુ સંખ્યા છે.

રોયલ આલબર્ટ પેલેસ , એડિસન ,ન્યુજર્સી મુકામે ન્યુયોર્ક સ્થિત ઇન્ડિયા ફેસ્ટિવલ કમિટી આયોજિત ,ભારતની સંસ્કૃતિનું નિદર્શન કરાવતી આ સૌંદર્ય સ્પર્ધામાં મિસ ઇન્ડિયા તરીકે 25 વર્ષીય વૈદેહી ડોંગરે વિજેતા થઇ હતી.વૈદેહી હાલમાં ન્યુઝીલેન્ડ ટ્રેડ કમિશનમાં બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર તરીકે સેવા આપે છે.

મિસિસ ઇન્ડિયા યુએસએ તરીકે 3 સંતાનની માતા , 32 વર્ષીય મહિલા સુશ્રી સ્વાથી વિમલકુમારના શિરે વિજેતાપદનો તાજ એનાયત કરાયો હતો. કનેક્ટિકટમાં નિવાસ કરતી આ મહિલા બે ડઝન ઉપરાંત સ્પર્ધકો વચ્ચે વિજેતા બની હતી.

મિસ ટિન ઇન્ડિયાનો તાજ 17 વર્ષીય યુવતી નાવ્યા પૈંગોલના શિરે ગયો હતો. નાવ્યા પોતાના પરિવાર સાથે મિચીગનમાં રહે છે.તેવું યુ.એન.એન.દ્વારા જાણવા મળે છે.

(6:07 pm IST)