Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

હાલમાં અમેરિકા ગયેલા ભારતીયને નાગરિકત્વ મળતા અધધ..195 વર્ષ લાગશે : વર્તમાન વિઝા પોલિસી ઇમિગ્રન્ટ્સ તથા તેના બાળકો માટે નકામી : યુ.એસ.રિપબ્લિકન સેનેટર માઈક લી

વોશિંગટન : અમેરિકાની  વર્તમાન વિઝા પોલિસી ઇમિગ્રન્ટ્સ તથા તેના બાળકો માટે નકામી છે.જેના કારણે હાલમાં અમેરિકા ગયેલા ભારતીયને  નાગરિકત્વ મળતા અધધ..195 વર્ષ લાગશે  
આ માટે મોટો બેકલોગ જવાબદાર છે.તેવું રિપબ્લિકન સેનેટર માઈક લી એ ગઈકાલ બુધવારે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં ઈમિગ્રન્ટ્સને નાગરિકત્વ આપવા માટે દેશદીઠ 7 ટકા સંખ્યાની મર્યાદા છે.આ ઈમિગ્રન્ટ્સમાં ભારતીયોનું પ્રમાણ બહુ મોટું છે.તેથી તેઓને ઉપરોક્ત સમય લાગી શકે છે.

(1:35 pm IST)