Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

પાકીસ્તાનએ ૧૪ દિવસ માટે વધારી હાફિઝ સઇદની ન્યાયિક અટકાયત

પાકિસ્તાનની એક અદાલતએ જમાત-ઉદ-દાવા પ્રમુખ અને ર૬/૧૧ મુંબઇ આતંકી હમલાના માસ્ટર માઇન્ડ હાફિઝ સઇદની ન્યાયીક અટકાયત ૧૪ દિવસ માટે વધારી છે.

હાફિઝ અને તેના સહયોગીઓની આતંકી ગતિવિધીને આર્થીક મદદ આપવાના આરોપમા ગયા સપ્તાહે ધરપકડ કરવામા આવી હતી.

હાફિઝ અને જમાત-ઉદ દાવાના અન્ય સભ્યો સામે ર૦ થી વધારે મામલાઓ દાખલ છે.

(11:59 pm IST)