Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

RTI બિલ સામે ૧૪ પક્ષોએ ધોકો પછાડયોઃ રાજયસભામાં સરકારની મુશ્કેલી વધશે

નવી દિલ્હી : આરટીઆઇ સંશોધન બિલ ર૦૧૯ ને મોદી સરકારે લોકસભામાં તો પસાર કરાવ્યું પણ તે રાજયસભામાં અટકે તેવી શકયતા છેઃ આરટીઆઇ એકટમાં ફેરફારોને રોકવા વિપક્ષે ખાસ રણનીતિ બનાવી છે. ૧૪ વિપક્ષો એક જૂથ થયા છેઃ માંગણી કરી છે કે, બીલ રાજયસભામાં રજૂ થાય તે પહેલા સિલેકટ કમીટી પાસે તેને મોકલવું જોઇએઃ આ ૧૪ પક્ષો પાસે ૧૧૧નું સંખ્યાબળ છે જયારે ર૪પ સભ્યોના ગૃહમાં બહુમતીનો આંકડો ૧ર૩નો છે.

(3:58 pm IST)