Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

કર્ણાટક : બાગી ધારાસભ્યોની અરજી ઉપર સુપ્રિમ કોર્ટમાં સુનાવણી ટળી : સરકાર રચવા ભાજપને ઉતાવળ નથી : ફેંસલાની રાહ જોશે

નવી દિલ્હી, તા. ર૪ :  કર્ણાટકના બળવાખોર ધારાસભ્યો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આજે પણ સુપ્રીમમાં સુનાવણી થઇ નહીં. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ કહ્યું છે કે આદેશ મુકુલ રોહતગી અને અભિષેકમનું સિંધવીની હાજરીમાં જ ચુકાદો આપશે. તેઓએ આપણો ઘણો સમય લીધો તેથી તેઓને કોર્ટ સમક્ષ રજૂ થવાનું કહ્યું.

કર્ણાટકમાં બહુમત પરીક્ષણની માંગ કરતા ર ધારાસભ્યો તરફથી સુપ્રીમને કાલના ઘટનાક્રમની જાણકારી આપવામાં આવી. ત્યારબાદ મુકુલ રોહતગીની જુનિયરે અરજી પાછી ખેંચવાની મંજુરી માંગી પરંતુ ચીફ જસ્ટિસ વરિષ્ઠ વકીલો, સિંધવી અને રોહતગીની હાજરીમાં જ આદેશ આપવાનું કહ્યું.  સુત્રોના જણાવ્યા મુજબ કર્ણાટકમાં બીજેપીને સરકાર નિર્માણ કરવાની કોઇ ઉતાવળ નથી. સુપ્રિમ કોર્ટના નિર્ણયની રાહ જોશે.

(3:57 pm IST)