Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

બપોરે ૧૨-૪૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

કચ્છમાં મીની વાવાઝોડું, સૌરાષ્ટ્રમાં મેઘરાજાનો સતત મુકામ, દરરોજ સાંજના સમયે જુદા જુદા વિસ્તારોમાં મેઘ મહેર, દિવસ આખો ધૂપછાંવ સાથે અસહ્ય ઉકળાટ: સવારે બે કલાકમાં તાલાળામાં સવા બે ઇંચ અને સુત્રાપાડામાં એક ઇંચ વરસાદ પડ્યો જ્યારે ભરૂચ પોરબંદર ઉના માળીયા ઓલપાડમાં ઝાપટાથી અડધો ઇંચ : મોડીરાતથી મુંબઈમાં ફરી ભારે વરસાદ શરૂ, એકધારો વરસાદ પડી રહ્યો છે, ઠેરઠેર જળબંબાકાર : કેરળમાં એલર્ટ જાહેર, મુંબઇ દિલ્હીમાં બે દિવસ ભારે વરસાદ વરસશે, કેરળમાં શાળા-કોલેજો બંધ રાખવા આદેશ, હિમાચલ જમ્મુ-કાશ્મીર ઉત્તરાખંડ છત્તીસગઢ અને રાજસ્થાનમાં પણ વરસાદ પડશે, સ્કાયમેટનો વરતારો: કર્ણાટકમાં ભાજપ દ્વારા સરકાર રચવાનો ધમધમાટ ચાલુ, યેદીયુરપ્પા શુક્રવારે શપથ લે તેવી સંભાવના: કર્ણાટક પછી ભાજપના નિશાન ઉપર કમલનાથ, હવે મધ્યપ્રદેશમાં રાજકીય ધડાકા-ભડાકાની સંભાવના: પાકિસ્તાનના એક મૌલવીએ નફ્ફટાયથી કહ્યું કે હિન્દુ છોકરીઓને મુસ્લિમ બનાવવાનું તેનું મિશન છે: પાકિસ્તાનમાં મહિલાઓ ઉપર અત્યાચારના વિરોધમાં ઉગ્ર દેખાવો: ટ્રાફિકના નિયમ તોડશો તો હવે દસ ગણો વધુ દંડ: નોકરિયાતને અપાતા ફોર્મ 16 ની તમામ વિગત હવે ઓનલાઇન આપવી પડશે: ઇમરાન ખાને આતંકવાદની કબુલાત કરી, પાકિસ્તાનમાં 40 સંગઠનો સક્રિય હતા: ઇમરાન નો મોટો ધડાકો, અટલજી-મુશર્રફના શાસનમાં કાશ્મીર પ્રશ્ન ઉકેલાઈ જવાની અણી ઉપર હતો: અરબી સમુદ્રમાં લો પ્રેશર, એકાદ-બે દિવસમાં દે ધનાધન પડશે: એક દિવસ ભાજપને પણ જ્ઞાન લાધશે કે બધું ખરીદી શકાતું નથી-પ્રિયંકા ગાંધી: કેરળમાં એલર્ટ, મુંબઈ દિલ્હીમાં બે દિવસ ભારે વરસાદ વરસશે, કેરળમાં શાળા-કોલેજો બંધ રાખવા આદેશ, દેશના અનેક ભાગોમાં વરસાદ ચાલુ: ચાર ચાર બંગડી ફ્રેમ ગાયીકા કિંજલ દવે ભાજપમાં અંબા માને શીશ ઝૂકાવતા આનંદીબેન પટેલ: ગુજરાત અને રાજસ્થાનમાં અઠવાડિયાના અંત ભાગે વરસાદનું જોર વધી જશે

(12:45 pm IST)