Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

સરચાર્જમાં વધારાના કારણે એડવાન્સ ટેકસ જમા કરાવનાર પર બવેડો બોજો

તા. ૧ એપ્રિલથી પશ્ચાદવર્તી અસરથી અમલને પગલે કરદાતાનો મરો

નવી દિલ્હી તા. ર૪ :.. કેન્દ્ર સરકારે ચાલુ નાણાંકીય વર્ષના બજેટમાં રૂ. ર કરોડથી રૂ. પ કરોડ અને તેથી વધુ કરપાત્ર આવક ધરાવનાર પરના સરચાર્જમાં વધારો કર્યો છે. તેના કારણે જુનમાં એડવાન્સ ટેકસ જમા કરાવનારાએ હવે સરચાર્જમાં વધારાને કારણે તફાવતની રકમ અને તે રકમ પર વ્યાજ ચુકવવાનો વારો આવ્યો છે. રૂ. ર કરોડથી રૂ. પ કરોડ સુધીની આવક પરનો સરચાર્જ રેટ ૧પ ટકાથી વધારીને રપ ટકા કરાયો છે. પ કરોડથી વધુની આવક પરનો સરચાર્જ રેટ ૩૭ ટકા કરાયો છે. સરચાર્જમાં વધારો થતા હવે જૂનમાં એડવાન્સ ટેકસ ભરનાર કરદાતાઓ પર બેવડો બોજ પડશે. ઇન્કમટેકસ કાયદા હેઠળ રૂ. ર કરોડ અને તેથી વધુ આવક ધરાવનાર વ્યકિત, કંપનીઓ, એચ. યુ. એફ. વગેરે દ્વારા એડવાન્સ ટેકસનો હપ્તો તા. ૧પ જૂન સુધીમાં ભરપાઇ કરી દેવામાં આવ્યો હતો. આમ, કરદાતાઓએ જૂન મહિનામાં ૧પ ટકા રેટ મુજબ એડવાન્સ ટેકસ ભરપાઇ કરી દીધો હતો તે તમામ કરદાતાઓ પર વધારાની ટેકસ જવાબદારી ઉભી થઇ છે.

લોકસભા ચૂંટણીને કારણે ચાલુ નાણાંકીય વર્ષ માટેનું બજેટ પ જુલાઇએ રજૂ કરાયું અને તેમાં રૂ. ર કરોડથી રૂ. પ કરોડ અને રૂ. પ કરોડથી વધુ વધુ આવક પરના સરચાર્જમાં વધારો કરવા ઉપરાંત પશ્ચાદવર્તી અસરથી એટલે કે તા. ૧ એપ્રિલથી અમલમાં આવે તે રીતે સરચાર્જ અમલી બનાવ્યો હતો. આથી હવે જે કરદાતાઓએ એડવાન્સ ટેકસ જૂનમાં ભરી દીધો હતો તેમણે સરચાર્જમાં વધારો થવાના કારણે તફાવતની રકમ અને આવકવેરા કાયદાની કલમ ર૩૪-બી હેઠળ તફાવતની રકમ પર વ્યાજ પણ ચુકવવું પડશે.

ઉલ્લેખનીય છે કે રૂ. પ કરોડની આવક ધરાવતા વ્યકિતગત કરદાતાઓ પરનો કેપિટલ ગેઇન ટેકસ ૧ર ટકાથી વધીને ૧૪.રપ ટકા થશે. જયારે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેકસ ૧ર ટકાથી વધીને ૧૪.રપ ટકા થશે. જયારે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેકસ ૧૭.૯ ટકાથી વધીને ર૧.૪ ટકા થશે.

(11:43 am IST)