Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

દોઢ કરોડથી ઓછુ ટર્નઓવર કરનાર નાના વેપારીઓ-દુકાનદારોને પેન્શનઃ ગઇકાલથી અમલ

૧૮ થી ૪૦ વર્ષનો કોઇપણ વેપારી યોજનાનો લાભ લઇ શકશેઃ દર માસે મામુલી ફાળો આપવાના બદલામાં ૬૦ વર્ષેથી મહિને ૩૦૦૦ પેન્શન મળશેઃ શ્રમ મંત્રાલયે કહ્યું કે નિયમો અને શરતોનું પાલન કરતી કોઇ પણ વ્યકિત સેવા કેન્દ્રો (સીએસસી)માંથી પોતાનું નામ નોંધાવી શકશે. દેશમાં આવા સવા ત્રણ લાખથી પણ વધારે સેવા કેન્દ્રો કામ કરી રહ્યા છે. યોજના હેઠળ, જેટલું અંશદાન વેપારીઓનું હશે, એટલું જ સરકાર પોતાના તરફથી આપશે. આના સંચાલન માટે સરકાર એક પેન્શન ફંડ બનાવશે અને તેના પેન્શન ફંડ મેનેજર તરીકે એલ આઇસીને પહેલાજ નક્કી કરી દેવાયેલ છે. પેન્શન અંગેનો બધો રેકોર્ડ રાખવાની સાથે તેના ચુકવવાની જવાબદારી પણ એલઆઇસીની રહેશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે નાના વેપારીઓ અને દુકાનદારોને પેન્શન આપવાની યોજનાને ગઇકાલે અમલી બનાવી દીધી છે. દોઢ કરોડ સુધીનો વાર્ષિક ધંધો કરનારાઓ આ યોજના હેઠળ પેન્શન મેળવી શકશે.

પ્રધાન મંત્રી લઘુ વ્યાપારી માન-ધન યોજનાની નક્કી કરવામાં આવેલી શરતો અને નિયમો અનુસાર, ૧૮ થી ૪૦ વર્ષનો કોઇપણ યોગદાનની સામે ૬૦ વર્ષની ઉમરથી લગભગ ત્રણ હજાર રૂપિયા પેન્શન મળશે. શ્રમમંત્રાલયે કહ્યું છે કે લગભગ ત્રણ કરોડ છુટક વેપારીઓ, ધંધાર્થીઓ અથવા સ્વરોજગારમાં જોડાયેલા લોકો આ યોજનાનોે લાભ લઇ શકશે. સરકારે પહેલી કેબીનેટ મીટીંગમાંજ આ યોજનાને મંજૂરી આપી હતી. નાણા પ્રધાન નિર્મલા સીતારમણે બજેટમાં આ યોજના માટે ૭૫૦ કરોડની જોગવાઇ કરી હતી.

પીએસબી લોન્સ ઇન ૫૯ મીનીટસ પોર્ટલ હેઠળ લોનની અરજી કરનાર નાના ઉદ્યોગકારોને પાંચ ગણા સુધીનો લાભ અપાઇ રહ્યો છે.  એક રિપોર્ટ અનુસાર, સરકારી બેંક ૫૯ મીનીટમાં એક કરોડની જગ્યાએ પાંચ કરોડ સુધીની લોન આપી રહી છે. બેંકોએ ૩૧ માર્ચ સુધીમાં ૫૦૭૦૬ આવા પ્રસ્તાવોને મંજુરી પણ આપી દીધી છે અને તેમાંથી ૨૭૯૮૩ પ્રસ્તાવોને સાત દિવસમાં લોન અપાઇ જશે.

(11:37 am IST)