Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

કર્ણાટકમાં લાલચની જીત:પહેલા જ દિવસથી સરકાર અંગત સ્વાર્થીઓના નિશાન પર હતી ;રાહુલ ગાંધી

સરકારની સતાને પોતાના માટે ભય અને રૂકાવટની નજરે જોતા હતા

નવી દિલ્હી ;કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન સરકાર પડી ભાંગ્યા બાદ રાહુલ ગાંધીએ ટવિટ કરી કહ્યું હતું કે પોતાના પહેલા દિવસથી જ કોંગ્રેસ-જેડી(એસ) સરકાર અંદર અને બહાર પોતાના અંગત સ્વાર્થવાળા લોકોના નિશાન પર આવી ગઇ હતી જેમને ગઠબંધન સરકારની સત્તાને પોતાના માટે ભય અને રૂકાવટને લઇને જોતા હતા.

   રાહુલ ગાંધીએ દાવો કર્યો કે તેમની લાલચની આજે જીત થઇ ગઇ છે. લોકશાહી, ઇમાનદારી અને કર્ણાટકની જનતાની હાર થઇ. જ્યારે બીજી તરફ પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ભાજપ પર સંસ્થાઓ અને લોકતંત્રને વ્યવસ્થિત રીતે કમજોર કરવાનો આરોપ લગાવ્યો છે.

(11:05 am IST)