Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

ગઇ મોડી રાતથી એકધારો ભારે વરસાદ

મુંબઇમાં ફરી ભારે વરસાદઃ ઠેરઠેર જળબંબાકાર

મુંબઇ, તા. ર૪ : મુંબઇમાં ગઇ મધરાતથી ભારે વરસાદ વરસતા ઠેરઠેર પાણી ભરાઇ ગયા છે. હવામાન ખાતાએ હજુ ભારે વરસાદની આગાહી કરી છે.

શહેરના હિંદમાતા, સાયન, દાદરા કિંગ સર્કલ પાણી.. પાણી થઇ ગયા છે. શુક્રવારની સ્થિતિને કારણે હજુ બે દિવસ ભારે વરસાદ પડશે.

એકધારો ભારે વરસાદ પડતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. ભારે વરસાદથી વિઝબીલીટી ઓછી હોવાને કારણે અંધેરીમાં ૩ કાર ભટકાતા ૮ લોકોને ઇજા થઇ છે.

રેલ્વે ટ્રેક ઉપર પાણી ભરાઇ જતાં લોકલ ટ્રેનો ધીમી દોડી રહી છે.  હિંદમાતા વિસ્તારમાં રસ્તા દરિયા જેવા ભાસી રહ્યા છે.

આજે સવારે પણ વરસાદ ચાલુ રહેતા ઓફિસ જતા મુંબઇના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અમુક વિસ્તારમાં ગોઠણ સુધીના પાણી ભરાયા છે. ઠેર-ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે.

(11:01 am IST)