Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

ટ્રાફિકના નિયમો તોડશો તો હવે દસગણો વધુ દંડ

સંશોધિત મોટર વાહન એકટ લોકસભામાં પસારઃ હવે રાજયસભામાં બિલ જશેઃ છેલ્લે રાષ્ટ્રપતિ પાસે મોકલાશેઃ કેટલાક કેસમાં ડ્રાઇવીંગ લાયસન્સ રદ કરવા અને ગાડીનું લાયસન્સ રદ કરવાની પણ જોગવાઇ છે

નવી દિલ્હી તા. ર૪ :.. લોકસભા એ મંગળવારે મોટર યાન (સંશોધન) બિલ-ર૦૧૯ ને મંજૂરી આપી દીધી હતી. તેમાં રોડ સુરક્ષા માટેની બહુ કડક જોગવાઇઓ કરવામાં આવી છે. ડ્રાઇવીંગ દરમ્યાન નાની ભૂલ પર પણ ભારે દંડ લાગશે. પછી તે ડ્રાઇવીંગ દરમ્યના ઓવર સ્પીડનો કેસ હોય, હેલ્મેટ વગર અથવા સીટ બેલ્ટ વગર અથવા નશો કરીને ડ્રાઇવીંગ કરતા હોય, તો દંડની રકમ અનેક ગણી વધવાની તૈયારીમાં છે. કેટલાક કેસમાં જેલની સજાની જોગવાઇ પણ છે. જયારે અમુક કેસમાં ડ્રાઇવીંગ લાયસન્સ રદ કરવાની અને વાહનનું રજીસ્ટ્રેશન રદ કરવાની પણ જોગવાઇ છે.

કોસ સગીર વ્યકિત ડ્રાઇવ કરતી હોય અને રોડ પર કોઇ ગુનો અથવા અકસ્માત થાય તો ગાડી માલિકને દોષિત માનવામાં આવશે. તે ગાડીનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવશે. લોકસભામાં પાસ થયેલ આ બીલ હવે રાજયસભામાં પસાર થયા પછી રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે જશે. ત્યાર પછી તે કાયદો બનશે.

લોકસભામાં આ બીલ પર ચર્ચાનો જવાબ આપતા રોડ પરિવહન પ્રધાન નિતીન ગડકરીએ સ્પષ્ટતા કરી હતી કે મોટર યાન સંશોધન બીલ દ્વારા રાજયોના અધિકારમાં દખલ દેવાનો સરકારનો કોઇ ઇરાદો નથી. આની જોગવાઇઓને લાગુ કરવાનું રાજય સરકારો પર નિર્ભર છે. કેન્દ્રની કોશિષ રાજયો સાથે સહકાર રાખીને પરિવહન વ્યવસ્થામાં ફેરફાર લાવવાની અને અકસ્માતો ઓછા કરવાની છે.

રજીસ્ટ્રેશનનું કામ ડીલરને

નિતિન ગડકરીએ કહયું કે નવી ગાડીઓની ખરીદી વખતે રજીસ્ટ્રેશનનું કામ ડીલરને સોંપવાથી રાજયોને આવકમાં કોઇ ફેર નથી પડવાનો. રજીસ્ટ્રેશનનો દર પણ રાજયો પોતાના હિસાબે નકકી કરી શકશે. બિલમાં 'મોટર વાહન દુર્ઘટના ફંડ'ની રચનાની વાત કરાઇ છે. જે ભારતમાં રોડનો ઉપયોગ કરનારને ફરજીયાત વિમા કવચ આપશે.

નવો દંડ

કલમ-ગુનો

પહેલાનો દંડ

હવે દંડ

૧૭૭ -સામાન્ય ચલણ

૧૦૦

પ૦૦

૧૮૧ -લાયસન્સ વગર ડ્રાઇવીંગ

પ૦૦

પ૦૦૦

૧૮ર -આયોગ્યતા છતાં ડ્રાઇવીંગ

પ૦૦

૧૦,૦૦૦

૧૮૩ -ફુલ સ્પીડ

૪૦૦

૧૦૦૦-ર૦૦૦

૧૮૪ -ખતરનાક ડ્રાઇવીંગ

ર૦૦૦

૧૦,૦૦૦

૧૮પ -નશામાં ડ્રાઇવીંગ

ર૦૦૦

૧૦,૦૦૦

૧૯૮ -બી સીટ બેલ્ટ ન હોય તો

૧૦૦

૧૦૦૦

૧૯૪ -સી. ટુ વ્હીલર ઓવરલોડ

૧૦૦

૩૦૦૦-૩ માસ લાયસન્સ સસ્પેંડ

૧૯૪ -ડી હેલ્મેટ વગર

૧૦૦

૧૦૦૦-૩ માસ માટે લાયસન્સ સ્પેંડ

(11:00 am IST)