Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

અમેરિકામાં શ્રી દ્વારકાધિશ મંદિર, પાર્લિન, ન્યુજર્સી મુકામે હિંડોળા દર્શન શરૃઃ ૧૬ ઓગ.૨૦૧૯ સુધી ચાલનારા દર્શન દરમિયાન શાકભાજી સુકામેવા, ચાંદી, મીનાકારી, પવિત્રા, ફુલ,ફ્રુટ, સહિત વિવિધ હિંડોળા દર્શનનો લહાવોઃ જન્માષ્ટમી ૨૪ ઓગસ્ટ તથા નંદ મહોત્સવ ૨૫ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ ઉજવાશે

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ  યુ.એસ.માં શ્રી દ્વારકાધિશ મંદિર, ૭૧૭, વોશીંગ્ટન રોડ, પાર્લિન ન્યુજર્સી મુકામે ૧૭ જુલાઇથી હિંડોળા દર્શન શરૃ થયેલ છે. જે ૧૬ ઓગ. ૨૦૧૯ સુધી ચાલશે.

હિંડોળા દર્શન અંતર્ગત આજ  ૨૩ જુન મંગળવારના રોજ લીલી ઘટાના હિંડોળા,૨૪ જુન બુધવાર અષાઢ વદ સાતમના રોજ સફેદ ઘટા, ૨૫ જુલાઇ આઠમના રોજ ગુલાબી ઘટા તથા ૨૬ જુલાઇ શુક્રવાર નોમના દિવસે ફીરોજી ઘટાના હિંડોળા દર્શન થશે.

૨૭ જુલાઇ શનિવાર અષાઢ વદ દસમના રોજ શાકભાજીના ૨૮ જુલાઇ રવિવાર અગિયારસના દિવસે સુકામેવાના ૨૯ જુલાઇ સોમવાર બારસના રોજ શ્યામ ઘટા, ૩૦ જુલાઇ મંગળવાર તેરસના રોજ લહેરીયા, ૩૧ જુલાઇ બુધવારના રોજ સોનેરી ઘટાના હિંડોળા દર્શન થશે.

૧ ઓગ.ગુરૃવાર હરિયાળી અમાવાસ્યા નિમિતે પાનના, ૨ ઓગ. શુક્રવાર શ્રાવણ સુદ બીજના રોજ ફુલના ૩ ઓગ.શનિવાર ત્રીજના રોજ ફુલ અને પાનના (ઠકુરાની ત્રીજ) ૪ ઓગ.રવિવાર શ્રાવણ સુદ ૪ના દિવસે બરસાનામાં મોર કુટીર હિંડોળાના દર્શન થશે.

૫ ઓગ.સોમવાર નાગ પંચમી ૬ ઓગ. મંગળવાર છઠના રોજ ચાંદીના, ૭ ઓગ. બુધવાર સાતમના દિવસે મીનાકારી, ૮ ઓગ. ગુરૃવાર શ્રાવણ સુદ આઠમના દિવસે ફુલના, ૯ ઓગ. શુક્રવાર નોમના રોજ ફ્રુટના ૧૦ ઓગ.શનિવાર દસમના દિવસે ગિરિ કંદરામાં મચકીના તથા ૧૧ ઓગ. રવિવાર  અગિયારસના રોજ પવિત્રા એકાદશી નિમિતે પવિત્રાના હિંડોળા દર્શન થશે.

૧૨ ઓગ.સોમવારના રોજ પવિત્રા બારસ ૧૩ ઓગ. મંગળવાર તેરસના રોજ કાચના, ૧૪ ઓગ.બુધવારે નીલ પીત, ૧૫ ઓગ. ગુરૃવાર પુનમના દિવસે રક્ષાના (રક્ષા બંધન) હિંડોળા દર્શન થશે. ૧૬ ઓગ.શુક્રવાર શ્રાવણ વદ  એકમના રોજ હિંડોળા વિજય ઉજવાશે.

જન્માષ્ટમી શનિવાર ૨૪ ઓગ.ના રોજ ઉજવાશે. જે દિવસે જન્મ દર્શનનો સમય રાત્રિના ૧૨ વાગ્યાનો રહેશે. નંદમહોત્સવ રવિવાર ૨૫ ઓગ.ના રોજ સવારે ૯-૩૦ કલાકે ઉજવાશે.

મનોરથી થવા તથા વધુ માહિતી માટે મંદિરના કાર્યાલય @ ૭૩૨-૨૫૪-૦૦૬૧ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

મનોરથી ન્યોચ્છાવર શનિ અને રવિવાર માટે ૩૫૧ ડોલર સોમથી શુક્રવાર ૨૫૧ ડોલર તથા સહાયક મનોરથી ન્યોરછાવર રકમ ૧૫૧ ડોલર રાખવામાં આવેલ છે.

(8:29 pm IST)