Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

ધર્માત્તરણ કેસની તપાસના તાર ઝાકીર નાઈક સુધી લંબાયા :બે વર્ષથી ચાલતો હતો આ ખેલ : 33 લોકોના નામ ખુલ્યા

યુપી એટીએસને ઘણી મહત્વની માહિતી મળી ઝાકિર નાઇકની સંસ્થા પ્રતિબંધ પહેલા ઇસ્લામિક યૂથ ફાઉન્ડેશનને ફંડિગ કરે છે.: ફાઉન્ડેશન સાથે સંકળાયેલા લોકો પણ ઉમર સાથે સંપર્કમાં

નવી દિલ્હી : ધર્માત્તરણ કેસની તપાસમાં લાગેલી યુપી એટીએસને ઘણી મહત્વની માહિતી મળી છે. ઉમર ગૌતમ અને કાઝી જહાંગીર સાથે થયેલી પુછપરછમાં જાણવા મળ્યું છે કે ધર્માત્તરણ કેસનાં તાર ઝાકિર નાઇક સાથે જોડાયેલા છે. વળી ઉમર ગૌતમનું કનેક્સન ઝાકિર નાઇકની સંસ્થા ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન સાથે હોવાનું પણ બહાર આવ્યું છે.

ઝાકિર નાઇક ફાઉન્ડેશન સાથે સંકળાયેલા ફૈઝ સૈય્યદનાં ઉમર સાથે નજીકનાં સંબંધ છે. ઝાકિર નાઇકની સંસ્થા પ્રતિબંધ પહેલા ઇસ્લામિક યૂથ ફાઉન્ડેશનને ફંડિગ કરે છે. આ ફાઉન્ડેશન સાથે સંકળાયેલા લોકો પણ ઉમર સાથે સંપર્કમાં હતાં. યુપી એટીએસની તપાસમાં જાણવા મળ્યું છે, કે ધર્મ પરિવર્તનનો આ ખેલ છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યો હતો. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને યુવાનોને નિશાન બનાવવામાં આવી રહ્યા હતાં.

ઉમર ગૌતમે અત્યાર સુધીમાં ઇસ્લામિક દાવા સેન્ટર દ્વારા મોટી સંખ્યામાં લોકોનું ધર્માંત્તરણ કર્યું છે. તપાસ એજન્સીને અત્યાર સુધીમાં 33 લોકોની યાદી પણ મળી છે. આ યાદીમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ અને બિહારના ઘણા યુવાનોના નામ સામેલ છે.

(11:03 pm IST)