Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

રિલાયન્સ રિટેલ આગામી ત્રણ વર્ષમાં 10 લાખથી વધુ નોકરીઓ આપશે: મુકેશ અંબાણીની જાહેરાત

રિલાયન્સ રિટેલ આગામી 3 થી 5 વર્ષમાં ત્રણ ગણી વૃદ્ધિ કરશે

મુંબઈ :રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની રિલાયન્સ રિટેલ આગામી ત્રણ વર્ષમાં 10 લાખથી વધુ નોકરીઓ આપશે. મુકેશ અંબાણીએ રિલાયન્સની 44 મી એજીએમમાં આ જાહેરાત કરી. તેમણે કહ્યું કે, રિલાયન્સ રિટેલ આગામી 3 થી 5 વર્ષમાં ત્રણ ગણી વૃદ્ધિ કરશે

  મુકેશ અંબાણીએ કહ્યું કે કંપનીએ રિટેલ ક્ષેત્રે સારૂ પ્રદર્શન કર્યું છે. ગયા વર્ષે, તેણે 18 કરોડ ડ્રેસ અને પગરખાં વેચ્યા જે એક સાથે બ્રિટન, જર્મની અને સ્પેનની સમગ્ર વસ્તીને આવરી શકે છે.

ગોલ્ડમેન સાક્સે કહ્યું છે કે આગામી દસ વર્ષમાં રિટેલ રિલાયન્સનું ગ્રોથ એન્જિન હોઈ શકે છે. જૂથના રિટેલ બિઝનેશની વૈશ્વિક બ્રોકરેજ અને રિસર્ચ કંપની ગોલ્ડમેન સાક્સે જણાવ્યું છે કે જૂથની રિટેલ બિઝનેશની આવક (EBITDA) આગામી દસ વર્ષમાં દસ ગણી વૃદ્ધિ કરી શકે છે. બ્રોકરેજ ફર્મે કહ્યું છે કે બગડતી મેક્રો પરિસ્થિતિ દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તેની ડિજિટલ ક્ષમતાઓને મજબૂત કરવા પર પૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આગામી દિવસોમાં રિલાયન્સ રિટેલ સહિત પોતાની પ્રોડક્ટ પહોંચાડવા માટે તૈયાર થઇ રહેલી ચેનલ (omnichannel) ને વધુ મજબુત બનાવશે અને બજારનો એક મોટો હિસ્સો મેળવવામાં સફળ રહેશે.

બ્રોકરેજ ફર્મએ કહ્યું છે કે નાણાકીય વર્ષ 2030 સુધીમાં ગ્રોસરીમાં સંગઠિત રિટેલનો હિસ્સો વર્તમાન સ્તરથી વધીને છ ગણો થશે. આમાં 15 ટકા હિસ્સો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો રહેશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ પાસે હાલમાં સંગઠિત રિટેલ સ્પેસમાં 41.5 ટકા હિસ્સો છે.

(7:46 pm IST)