Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

સેના ૧૭૫૦ ફ્યુચરિસ્ટિક ઈન્ફન્ટ્રી કોમ્બેટ વ્હીકલ ખરીદશે

ચાલાક ચીનને પાઠ બણાવવા ભારતનો મહત્વપૂર્ણ નિર્ણય : આ વાહનોને ભારતની ઉત્તરી સીમા પર એટલે કે લદ્દાખ તેમજ સિક્કિમ સેક્ટરમાં તૈનાત કરવાની યોજના છે

નવી દિલ્હી, તા. ૨૪ : લદ્દાખ મોરચે ચાલી રહેલા તનાવ વચ્ચે ભારતીય સેનાએ ૧૭૫૦ ફ્યુચરિસ્ટિક ઈન્ફન્ટ્રી કોમ્બેટ વ્હીકલ ખરીદવાનો નિર્ણય લીધો છે.

મેક ઈન્ડિયા હેઠળ ૧૭૫૦ ફ્યુચરિસ્ટિક ઈન્ફન્ટ્રી કોમ્બેટ વ્હીકલ ખરદીવા માટે ટેન્ડર મંગાવવામાં આવ્યા છે અને એક સપ્તાહમાં ઈચ્છુક કંપનીઓએ સેના હેડક્વાર્ટરને પોતાનો જવાબ મોકલવાનો છે. જાણકારી પ્રમાણે મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ ટેન્ડર મંગાવવામાં આવ્યા છે. સેનાએ જોકે કેટલા વ્હીકલ ખરીદાશે તેનો ખુલાસો નથી કર્યો પણ સૂત્રોનુ કહેવુ છે કે, પહેલા તબક્કામાં ૧૭૫૦ ફ્યુચરિસ્ટિક ઈન્ફન્ટ્રી કોમ્બેટ વ્હીકલનો ઓર્ડર અપાશે.

વાહનોને ભારતની ઉત્તરી સીમા પર એટલે કે લદ્દાખ તેમજ સિકિકિમ સેક્ટરમાં તૈનાત કરાવની યોજના છે. વાહનોના કારણે સૈનિકોને એક સ્થળેથી બીજા સ્થળે ઝડપથી જવામાં મદદ મળશે. તેમાં એક સાથે આઠ થી દસ સૈનિક બેસી શકશે. ઉપરાંત એન્ટિ ટેક્ન મિસાઈલ તેમજ મશિન ગનથી વાહનો સજ્જ હશે.

સેનાના કહેવા પ્રમાણે ફ્યુચરિસ્ટિક ઈન્ફન્ટ્રી કોમ્બેટ વ્હીકલ હાલમાં સેનામાં વપરાઈ રહેલા બીએમપી- પ્રકારના ૮૦ના દાયકાના વાહનોની જગ્યા લેશે. વાહનો રશિયા દ્વારા ડિઝાઈન થયેલા છે.

(7:41 pm IST)