Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

ટાર્ગેટ કરાયેલ લોકોને ગીતાની ખામીઓ સમજાવાતી હતી

ધર્માંતરણ કેસમાં પુછપરછમાં ચોંકાવનારા ખુલાસા : ગીતા-કુરાન વાંચ્યા બાદ મુસ્લિમ ધર્મગ્રંથ હદીસ વંચાવાતો હતો અને ધીરે ધીરે લોકોનુ બ્રેન વોશ કરવામાં આવતું હતું

લખનૌ, તા. ૨૪ : યુપીમાં ધર્માંતરણ કરાવવાના રેકેટમાં પકડાયેલા ઈસ્લામિક દાવાહ સેન્ટરના સંસ્થાપક ઉમર ગૌતમની પોલીસ દ્વારા થઈ રહેલી પૂછપરછમાં ચોંકાવનારા દાવા થઈ રહ્યા છે.

ઉમર ગૌતમે પોલીસને કહ્યુ તુ કે, ધર્માંતરણ કરતા પહેલા પહેલા ભગવદ ગીતા અને પછી કુરાન શરીફ ધર્માંતરણ માટે ટાર્ગેટ કરાયેલા લોકોને વંચાવવામાં આવતુ હતુ અને પછી ગીતામાં રહેલી ખામીઓ અંગે સમજાવવામાં આવતી હતુ. પછી મુસ્લિમ ધર્મગ્રંથ હદીસ વંચાવવામાં આવતો હતો. આટલુ કર્યા બાદ ધીરે ધીરે લોકોનુ બ્રેન વોશ કરવામાં આવતુ હતુ.

ઉમર ગૌતમે કહ્યુ હતુ કે, મૂક બધિરોને ટાર્ગેટ કરવા પાછળનો હેતુ હતો કે, તેઓ બોલી અને સાંભળી શકતા નથી. તેઓ ઈશારાની ભાષામાં વાત છે. જેથી બીજા લોકોને પણ શંકા ના જાય. તેમને એવુ સમજાવાતુ હતુ કે તમે મૂક બધિર હોવાથી તમારા લગ્ન પરિવારજનો નહી કરાવે  પણ જો તમે ઈસ્લામ કબૂલ કરશો તો તમારા લગ્ન સારી યુવતી સાથે થશે અને અમે મને પૈસા પણ આપીશું. ઈસ્લામમાં તમારી કાળજી પણ લેવાશે. હિન્દુ ધર્મમાં શક્ય નથી. ઉમર ગૌતમે પોલીસને કહ્યુ હતુ કે, આસામના સાંસદ બદરુદ્દીન અજમલના કહેવા પર ઈસ્લામિક દાવાહ સેન્ટરની સ્થાપના ૨૦૧૨માં કરી હતી. ધર્માંતરણનુ લક્ષ્ય મુસ્લિમોની સંખ્યા વધારવાના હતુ. સેન્ટરમાંથી પોલીસને ૬૦૦ ધર્માંતરણ સર્ટિફિકેટ પણ મળ્યા છે. પોલીસનુ કહેવુ છે કે, રેકેટના તાર દેશના રાજ્સ્થાન, બિહાર, ઝારખંડ, હરિયાણા અને આંધ્રપ્રદેશ સહિતના ૧૫ રાજ્યો સાથે પણ જોડાયેલા છે.

(7:36 pm IST)