Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

આ શેરે એક વર્ષમાં રોકાણકરોને આપ્યું ૪૭૮% રિટર્નઃ ૫ લાખનાં બની ગયા ૩૦ લાખ

આજથી એક વર્ષ પહેલા ૨૪ જૂન, ૨૦૨૦ના રોજ ૪૪૯.૮૦ રૂપિયા પ્રતિ શેર હતાઃ જે આજની તારીખે ૨૬૦૫ રૂપિયા પ્રતિ શેરના ભાવ પર છે

મુંબઇ, તા.૨૪: Balaji Aminesના શેરોએ પોતાના રોકાણકારોને વર્ષમાં જ મોટી કમાણી કરવા દીધી. કંપનીના શેર આજથી એક વર્ષ પહેલા ૨૪ જૂન, ૨૦૨૦ના રોજ ૪૪૯.૮૦ રૂપિયા પ્રતિ શેર હતા. જે આજની તારીખે ૨૬૦૫ રૂપિયા પ્રતિ શેરના ભાવ પર છે. એટલે વર્ષમાં ૪૭૮% શાનદાર રિટર્ન કંપનીએ આપ્યું છે. જયારે આ દરમિયાન સેન્સેકસે ૫૧્રુ રિટર્ન આપ્યું છે. મેના પહેલા મહિનામાં કંપનીના શેરે ૨૮૯૯ રૂપિયાની પીક પણ બનાવી હતી.

ધારો કે જો તમે ગયા વર્ષે ૨૪ જૂને Balaji Aminesના શેરમાં ૫ લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આ રકમ આજ સુધીમાં વધીને ૨૮.૯ લાખ રૂપિયા થઈ ગઈ હોત. એટલે કે, તમારી રકમ પાંચ કરતા વધુ ગણી વધી ગઈ હોત. વર્ષ ૨૦૨૧ માં અત્યાર સુધીમાં Balaji Aminesના શેર વર્ષ ૨૦૨૧માં અત્યારસુધી ૧૭૫ ટકા વધ્યા છે. ૧ જાન્યુઆરીએ કંપનીના શેરનો ભાવ શેર દીઠ ૯૩૯ રૂપિયા હતા જયારે આજે તે ૨૬૦૫ રૂપિયા છે. હવે માની લો કે જો તમે ૫ વર્ષ પહેલા તેના સ્ટોકમાં ૫ લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આ રકમ આજની તારીખમાં વધીને ૫૩.૨ લાખ રૂપિયા થઈ ગઈ હોત. ૨૪ જૂન, ૨૦૧૬ ના રોજ શેરની કિંમત ૨૪૪.૮૫ રૂપિયા હતી.

કંપનીએ માર્ચ, ૨૦૨૧ માં પૂરા થયેલા કવાર્ટરમાં ૮૪.૫ કરોડનો નફો નોંધાવ્યો છે જે ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં ૨૯.૫ કરોડ હતો. નાણાકીય વર્ષના ચોથા કવાર્ટરમાં રેવેન્યુ પણ ૨૫૮ કરોડ રૂપિયાથી વધીને ૪૧૪ કરોડ રૂપિયા થઈ ગઈ છે. Balaji Amines Ltd (BAL)એ ભારતમાં એલિફેટિક એમિનેસની એક મોટી ઉત્પાદક કંપની છે. મોટે ભાગે કહીએ તો, કંપની મેથિલ એમિનેસ, એથિલ એમિનેસ, સ્પેશીયાલીટી કેમિકલ્સના ડેરિવેટિવ્ઝ અને નેચરલ પ્રોડકટ્સના ઉત્પાદનમાં નિષ્ણાત છે. કંપનીનો વ્યવસાય વ્યાપક રૂપે ત્રણ ભાગોમાં વહેંચાયેલો છે. એમિનેસ, સ્પેશિયલિસ્ટ કેમિકલ્સ અને ડેરિવેટીવ્સ.

(4:17 pm IST)