Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

ઓલમ્પિકની શરૂઆત ૧૮૯૬માં નહીં પણ ઇ.સ.પૂર્વે ૭૭૬માં થઈ હતી

૨૩ જુલાઇથી શરૂ થતા ટોકયો ઓલમ્પિકને ગણતરીના દિવસો બાકી છે ત્યારે તેનો રોચક ઇતિહાસ માણો : પ્રથમ ઓલમ્પિક ગેમ્સ ૬ થી ૧૫ એપ્રિલ દરમિયાન યોજાયેલ, જેની મેઝબાની યુનાને કરેલ

નવી દિલ્હીઃ માનવામાં આવે છે કે ૭૭૬ ઇ.સ.પૂર્વે વિધિવત રીતે ઓલમ્પિક રમતોની શરૂઆત ગરમીઓમાં જુલાઇથી થયેલ. આ રમતોનું આયોજન યુનાની દેવતા જીઉસના સમ્માનમાં થયેલ. કેમ કે આ રમતો ઓલમ્પિક શહેરમાં આયોજીત થયેલ જેથી તેને ઓલમ્પિક રમત કહેવા લાગેલ.

આ રમતોની શરૂઆત એક સરઘસ સાથે થયેલ, જેનું નેતૃત્વ હે લેનોદિકાઇ (ન્યાયાધીશો) દ્વારા કરવામાં આવેલ. આ સરઘસ મેઝબાન શહેર એબીસથી ઓલંપીયા સુધી ગયેલ. જયાં પહોંચતા બધા એથલીટો અને અધિકારીઓએ ર્સ્પધાઓમાં સ્થાપીત નિયમોનું પાલન કરવા અને સમ્માન સાથે પ્રતિર્સ્પધા કરવાની શપથ લીધેલ.

આ ર્સ્પધાનું સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક અનુષ્ટાન ૧૦૦ બાળકોનું બલીદાન હતુ. જે જીઉસની વેદી ઉપર હેકાટોમના રૂપે ઓળખાતા હતા. પહેલા આધુનિક ઓલમ્પિક રમતો ફકત પુરૂષ એથલીટો માટે જ હતી. જેમાં મહિલાઓને સામેલ થવાની અનુમતી આપવામાં ન આવેલ. ઓલંપીક રમતો નિર્વીધ્ને ઇે.સ.૩૯૩ સુધી ચાલતી રહેલ. છેલ્લીવાર ઇ.સ.૩૯૪માં આયોજીત થયેલ. બાદમાં રોમના સમ્રાટ થિયોડોસીસને તેને મૂર્તિ પૂજાવાળો ઉત્સવ ગણાવી તેના આયોજન ઉપર પ્રતિબંધ લગાડી દીધેલ.

૧૯મી સદીની શરૂમાં યુરોપના ઘણા દેશોમાં નાના-નાના ખેલ આયોજનો થતા. તેને પ્રાચીન ઓલમ્પિક રમત કહેવામાં આવતી. ફ્રાંસના શિક્ષાશાસ્ત્રી અને ઇતિહાસકાર બૈરોં થિયરે ડી કુવર્તેનની બે લક્ષ્ય રાખેલ. જેમાં રમતોને પોતાના દેશમાં લોકપ્રિય બનાવવા અને વિશ્વના બધા દેશોને શાંતિપૂર્ણ પ્રતિર્સ્પધા માટે આમંત્રીત કરવા.

  • સ્પિરિડીન યુનાનના પહેલા પદક વિજેતા

મેઝબાન યુનાન વતી સે સ્પિરિડીન લુઇએ ઓલંપીક રમતોમાં પદક જીતેલ. તેમણે મેરેથોનમાં બાદશાહી કાયમ કરી અને ત્યારબાદ યુનાનમાં તેઓ હીરો બની ગયેલ. સ્પિરિડીન ગરીબ ખેડૂતના પુત્ર હતા.

  • સાયકલીસ્ટ પોલ મેસનની ગોલ્ડન હેટ્રીક

ફ્રાંસના સાયકલીસ્ટ પોલ મેસન એથેન્સમાં આયોજીત પહેલા ઓલંપીકમાં સૌથી સફળ એથલીટ હતા. તેમણે શાનદાર પ્રદર્શન કરી ગોલ્ડન હેટ્રીક લગાવી હતી. તેમણે ટાઇમ ટ્રાયલ, ૨ કિ.મી.સ્પ્રીંટ અને ૧૦ કિ.મી.રેસમાં ગોલ્ડ મેડલ અંકિત કરેલ.

(4:13 pm IST)