Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

દક્ષીણ કોરીયાના ગેમર્સનો વિશ્વમાં દબદબોઃ ઇ-ગેમ્સના સ્ટાર હોય છે સેલીબ્રીટી

લીગ ઓફ લેજેન્ડસ અને સ્ટાક્રાફટ-ર સૌથી લોકપ્રિય ઓનલાઇન ગેઇમ

નવી દિલ્હી તા. ર૪: દક્ષીણ કોરીયાના ગેમર્સની આખી દુનિયામાં બાદશાહી માનવામાં આવે છે. ઇ-ગેમ્સના સ્ટાર ગેમર્સની તુલના ત્યાંના પોપ સ્ટાર્સ સાથે પણ કરવામાં આવે છે. એટલું જ નહીં વિશ્વમાં યોજાતી મોટા ભાગની ઇ-ગેમ્સ ચેમ્પીયનશીપના વિજેતા દક્ષીણ કોરીયાની જ કોઇ ટમી હોય છે.

૧૯૯૭માં નાણાકીય નુકશાનના સમયમાં કોરીયામાં બેરોજગારી ચરમ ઉપર હતી. આ સમયે ઇ-ગેમ્સનું ચલણ વધેલ, કેમ કે લોકો પાસે રમવા સમય હતો અને તેનાથી આવક પણ થતી હતી. ઝડપથી આખા દેશમાં રપ હજારથી વધુ પીસી બેગ પણ ખુલી ગયેલ. જયાં લોકો પૈસા ભરી ઇ-ગેમ્સ રમી શકતા હતા.

દક્ષીણ કોરીયા પ્રથમ દેશ છે જયાંની સરકારે ઇ-ગેમ્સ અને ઇ-સ્પોર્ટસને સમર્થન કરેલ. ર૦૦૦ની સાલમાં દેશના કલ્ચર, સ્પોર્ટસ એન્ડ ટુરીઝમ મંત્રાલયે કોરીયન ઇ-સ્પોર્ટસ એસોસીએશનની સ્થાપના કરેલ. ર૦૦પમાં પહેલા ઇ-સ્પોર્ટસ સ્ટેડીયમની સ્થાપના યોંગસાન શહેરમાં કરેલ. ઉપરાંત ઇ-સ્પોર્ટસની સ્પર્ધાઓ દક્ષીણ કોરીયામાં ટીવી ઉપર પણ પ્રસારીત કરવામાં આવે છે.

(3:21 pm IST)