Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

૧ વર્ષમાં ગુજરાતીઓ સામે ૩૬.૮ લાખ કેસ નોંધાયા

પ્રજાએ માસ્ક ન પહેરવાનો રૂ. ૨૪૭ કરોડનો દંડ ભર્યો

રોજ દૈનિક ૮૦૦૦ થી ૯૦૦૦ કેસ નોંધાયાઃ રોજ સરેરાશ ૧ કરોડનો ભર્યો દંડ

નવી દિલ્હી, તા.૨૪: કોરોના મહામારી વચ્ચે દરેકને ખ્યાલ છે કે બીજી લહેર દરમિયાન એપ્રિલ-મે ૨૦૨૧માં ગુજરાતમાં શું સ્થિતિ બની હતી. જોકે તેમ છતાં પણ ગુજરાતીઓને માસ્ક પહેરવું જાણે કે ગમતું જ ન હોય તેવું લાગી રહ્યું છે આ અમે નહીં પરંતુ કોરોના મહામારીના આ સમયમાં જૂન ૨૦૨૦થી ૨૨ જૂન ૨૦૨૧ સુધીમાં માસ્ક ન પહેરવા અંગે વસૂલવામાં આવેલો દંડનો આંકડો કહે છે. ગુજરાતીઓ માસ્ક ન પહેરવા સબબ એક વર્ષ જેટલા સમયમાં કુલ રુ. ૨૪૭ કરોડ દંડ પેટે ભર્યા છે. ત્યાર બાદ આજ સમયગાળમાં કોરોના કર્ફ્યુના ભંગ માટે કાયદો તોડનારાઓએ કુલ રુ. ૧૦૧ કરોડ દંડ પેટે ભર્યા છે. આમ કોરોના નિયમો તોડવા બદલ કુલ રુ. ૩૪૮ કરોડ છેલ્લા એક વર્ષમાં ભર્યા છે. આ રીતે જોઈએ તો પ્રતિ દિવસ રાજયમાં રુ. ૧ કરોડની એવરેજ સાથે કાયદો તોડનારાઓએ દંડ ભર્યો છે.

સુત્રોએ કહયું હતું કે 'છેલ્લા એક વર્ષમાં અમે લગભગ ૩૬.૮ લાખ લોકોને માસ્ક ન પહેરવા માટે દંડ કર્યો છે. આ લોકોએ દંડ પેટે રુ. ૨૪૭ કરોડ ચૂકવ્યા છે. જેનો અર્થ છે કે અમે દરરોજ ૮૦૦૦ થી ૯૦૦૦ લોકોને દરરોજ માસ્ક ન પહેરવા મટે દંડ કરીએ છીએ.' માસ્ક અંગેના કેસ ઉપરાંત રાજયમાં આટલા જ સમયાગાળામાં ૬.૮ લાખ કેસ કર્ફ્યુના નિયમો તડનારા સામે થયા છે. આ લોકો કર્ફ્યુ સમયમાં પોતાના વાહનો પર યોગ્ય કારણ વગર ફરતાં પકડાયા છે જેથી તેમની વિરુદ્ઘ મોટર વેહિકલ એકટ ૧૯૮૮દ્ગક કલમ ૨૦૭ અંતર્ગત ગૂનો નોંધીને દંડ વસૂલવામાં આવ્યો છે આ દંડની રકમ રુ. ૧૦૧ કરોડ જેટલી થાય છે.

મોટર વેહિકલ એકટની આ કલમ હેઠળ પોલીસ એવા વ્યકિતને દંડ કરી શકે છે જે કર્ફ્યુ સમય દરમિયાન યોગ્ય પાસ અથવા પરમિટ વગર ફરી રહ્યા હોય. કુલ આંકાડ અનુસાર દૈનિક સરેરાશ કાઢીએ તો છેલ્લા એક વર્ષથી રાજયમાં પોલીસ આ બંને કાયદાના ભંગ માટે દૈનિક રુ. ૯૫ લાખ એટલે કે લગભગ કરોડની આસપાસ જેટલી રકમ દંડ પેટે વસૂલે છે. પોલીસ અધિકારીએ ઉમેર્યું કે પોલીસ દ્વારા તહેવારો અને ચૂંટણીના સમયમાં કુણું વલણ અપનાવ્યા છતાં આટલી મોટી દંડની રકમ જમા થઈ છે.

અન્ય એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, લોકોએ કોવિડ -૧૯ મહામારીની બે ઘાતક લહેર જોયા પછી પણ માસ્ક પહેરવાની ટેવ કેળવતા નથી.

'હેલ્મેટની જેમ જયારે લોકો પોલીસને જોય છે ત્યારે જ સામાન્ય રીતે માસ્ક પહેરે છે અને પછી કાઢી નાખે છે અથવા તેને પોતાની દાઢી નીચે રાખી દે છે. લોકોએ સમજવું જોઇએ કે જો તેઓ માસ્ક પહેરે છે, તો જ તેઓ પોતાને અને પોતાના સ્વજનોને કોવિડ ચેપથી બચાવી શકે છે.'

અધિકારીએ જણાવ્યું હતું કે, નાણાકીય દંડ ઉપરાંત રાજયમાં પોલીસે આઈપીસી કલમ ૧૮૮ (સરકારી અધિકારી દ્વારા જાહેર કરાયેલી સૂચનાનો ભંગ કરવા બદલ) અને કલમ ૨૬૯ (સંક્રમણ પેલાવી શકે તેવું બેદરકારીભર્યું કૃત્ય કરવા માટે) હેઠળ કુલ ૫.૧૩ લાખ કેસ નોંધ્યા છે.

(3:10 pm IST)