Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

તહવ્વુર રાણા કેસની આજે અમેરિકામાં સુનાવણી : 2008 ની સાલના મુંબઈ હુમલાનો મોસ્ટ વોન્ટેડ ભાગેડુ આરોપી છે : હુમલામાં 6 અમેરિકન નાગરિક સહીત 166 લોકોના મોત થયા હતા

લોસ એંજલસ : 2008 ની સાલનો મુંબઈ હુમલાનો મોસ્ટ વોન્ટેડ  આરોપી અમેરિકાની જેલમાં છે. જેના વિરુદ્ધ આતંકવાદનો આરોપ છે. ભારત સરકારે તેને ભાગેડુ જાહેર કર્યો છે. મુંબઈ હુમલામાં  6 અમેરિકન નાગરિક સહીત 166  લોકોના મોત થયા હતા .

60 વર્ષીય રાણા વિરુદ્ધ આજરોજ અમેરિકાની લોસ એંજલસ કોર્ટમાં બપોરે દોઢ વાગ્યે સુનાવણી છે.તથા આંતર રાષ્ટ્રીય સમય મુજબ આવતીકાલે રાત્રે બે વાગ્યે સુનાવણી છે.

ભારત સરકારે રાણા વિરુદ્ધ બે સીલબંધ કવર અમેરિકાની કોર્ટને મોકલ્યા છે. તથા તેને પ્રત્યાર્પણ કરવા અનુરોધ કર્યો છે.તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.

(1:16 pm IST)