Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

રહસ્યમય બ્લેક હોલ સમય સાથે કદી સંકુચાતા નથીઃ સ્ટીફન હોર્કીંગ્સની થીયરી શા માટે સાચી ?

બ્લેક હોલ બ્રહ્માંડમાં સૌથી વધુ કુતુહલ પેદા કરનાર  પીંડોમાંથી એક છે. બ્લેક હોલ વૈજ્ઞાનિકો માટે જ નહિ પરંતુ આમ લોકો માટે પણ રસનો વિષય બની રહયો છે. આ પીંડની ખાસીયત એ છે કે તે પ્રકાશને પણ પોતાની અંદર ખેંચી લે છે. જેને લઇને વૈજ્ઞાનિકોને સીધી જાણકારી મળતી નથી.  પરંતુ તેની આસપાસની ગતિવિધિઓના આધાર ઉપર જ ઘણી બધી જાણકારી વૈજ્ઞાનિકોને મળી રહી છે. હમણાં જ ગુરૂત્વ તરંગો (ગ્રેવીટેશનલ વેવ્સ) ઉપર વૈજ્ઞાનિકોએ અભ્યાસ કરી મશહુર વૈજ્ઞાનિક સ્ટીફન હોકીંગ્સના સિધ્ધાંતોને સિધ્ધ કરવામાં કામિયાબ થઇ શકયા. સ્ટીફન હોકીંગ્સની થિયરી મુજબ બ્લેક હોલ કદી સમય સાથે સંકોચાતા નથી. બ્લેક હોલ માટે ઘણા સમય પછી ઘણા બધા સિધ્ધાંતોની પુષ્ટી થઇ શકી છે. બ્લેકહોલમાંથી પેદા થતા ગુરૂત્વાકર્ષણ તરંગો પોતાની અવધારણા બનવાના ૧૦૦ વર્ષ બાદ વ્યવહારીક  તોર ઉપર હોવાની પુષ્ટી થઇ શકી છે. હોકીંગ્સના સિધ્ધાંતો પણ સિધ્ધ કરવાનું કામ આસાન ન હતું. પરંતુ હમણાં જ બે બ્લોક હોલના વિલય બાદ નિકળેલા ગુરૂત્વ તરંગોથી વૈજ્ઞાનિક હોકિંગ્સના સિધ્ધાંતોને સહમતી આપવા માટે સફળ રહયા.

 શું છે આ સિધ્ધાંત?

હોકિંંગ્સના મશહુર સિધ્ધાંતોમાંથી એક બે બ્લેક હોલ વિલય પછી બનતા રીયલ સ્પેસ ટાઇમમાં બનેલા હિલોરોના અવલોકન પછી સિધ્ધ કરી શકાય છે. આ સિધ્ધાંતને સૌથી પહેલા ૧૯૭૧ માં બતાવવામાં આવ્યો હતો. તે કહે છે કે સમય સાથે કોઇ પણ બ્લેક હોલના આકારને ઓછો કરવો અસંભવ છે. આ સિધ્ધાંત આલ્બર્ટ આઇન્સ્ટાઇનના સાપેક્ષતાના સિધ્ધાંતમાંથી નિકળે છે. જે ગુરૂત્વાકર્ષણના તરંગો અને બ્લેક હોલને પરીભાષીત કરે છે.

નવુ અવલોકન આઇસ્ટાઇનના સાપેક્ષતાના સિધ્ધાંતને મજબુતી આપે છે

બ્લેક હોલ ક્ષેત્રફળ પ્રમયએ દુનિયાભરના ભૌતિકવિદોએ આકર્ષીત કર્યા છે. કારણ કે તે ઉષ્માગતીના સિધ્ધાંતોની જેમ છે. જેમાં એટ્રોપી (અવ્યવસ્થા)ને સમય સાથે ઓછી નથી કરી શકાતી. તે સતત વધતી જ રહી છે. એટ્રોપી (અવ્યવસ્થા) કોઇ પણ તંત્રની અનિયમીતતાનું માપ હોય છે. નવા અવલોકન આઇસ્ટીનના જ સાપેક્ષતાના સિધ્ધાંતને મજબુતી આપે છે.

બ્લેક હોલનંુ ક્ષેત્રફળ

ફીજીકલ રિવ્યુ લેટર્સમાં  પ્રકાશીત થયેલા અભ્યાસની આગેવાની મુસાચુસેટસ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીના ભૌતીકવાદી  મેકસીમિલીયનો આઇસીએ કરી છે.  શોધકર્તાઓએ બે બ્લેક હોલના વિલયમાંથી નિકળેલા ગુરૂત્વાકર્ષણ તરંગોના આંકડાનો ઉપયોગ કર્યો છે. તેમણે એડવાન્સ લેઝર ઇન્ટરફેરો મીટર ગ્રેવીટેશનલ વેવ ઓબ્ઝર્વવેટરીમાં અવલોકન થયેલા આંકડાને વિલયથી પહેલા અને બીજો વિલય પછી એમ બે ભાગોમાં વ્હેચ્યા છે. તેમણ દરેક હિસ્સામાં  બ્લેક હોલના પૃષ્ઠ ક્ષેત્રફળની ગણત્રી કરી છે.

આ ગણનાઓથી જાણવા મળે છે કે વિલય પછીના સંયુકત બ્લેક હોલના પુર્ણ પૃષ્ઠ ક્ષેત્રફળ બંન્ને બ્લેક હોલના ક્ષેત્રફળના યોગથી વધુ હતા. આ અવલોકનથી બ્લેક હોલનો આકાર સમય સાથે ઓછો નથી થતો તે ક્ષેત્રફળ નિયમની સહમતી કરે છે.  મેકઝીમિલીયાનોએ લાઇવ સાયન્સને જણાવ્યું કે  ઉષ્માગતીના બીજા સિધ્ધાંત મુજબ બ્લેક હોલનું પૃષ્ઠ ક્ષેત્રફળ ઓછુ નથી થતું.  તે દ્રવ્યમાનના સંરક્ષણના નિયમનું પણ પાલન કરે છે. તમે તેનું દ્રવ્યમાન ઓછુ નથી કરી શકતા. જે ઉર્જાના સંરક્ષણના નિયમ સાથે ચાલે છે.

પહેલા પણ વિલય જોવા મળ્યું છે

બ્લેક હોલ એક તારાના મોતથી બને છે. જેના પાસે એટલુ બધુ વધુ ગુરૂત્વાકર્ષણ ક્ષેત્ર હોય છે કે પદાર્થ તેમાં બહુ જ ઓછા ક્ષેત્રમાં  સીમટી જાય છે. જેનાથી મૃત તારાનો પ્રકાશ પણ તેમાં ફસાઇ જાય છે. બ્લેક હોલનું સૌથી પહેલુ આવુ વિલય ર૦૧૭માં લીગો ડીટેકટર્સએ  શોધ્યુ હતું. જેમાં ગુરૂત્વાકર્ષણ તરંગોના સંકેત પકડાયા હતા. જે પૃથ્વીથી એક અરબ પ્રકાશ વર્ષ દુર બે નાના બ્લેક હોલના વિલય બાદ નિકળ્યા હતા. બંને બ્લેક હોલ સુર્યના ભારથી ૭ થી ૧૦ ગણા વધુ હતા. પરંતુ વિલય પછી તે સુર્યથી ૧૮ ગણા વધુ ભારે થઇ ગયા હતા.

(1:03 pm IST)