Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

કેનેડામાં આંતર રાષ્ટ્રીય ડ્રગ રેકેટનો પર્દાફાશ : એક હજાર કિલો ડ્રગ તથા હથિયાર પકડાયા : 9 પંજાબી સહીત 20 આરોપીઓની ધરપકડ

કેનેડા : કેનેડામાં છેલ્લા છ મહિનાથી ડ્રગ વિરુદ્ધ ઝુંબેશ ચાલી રહી છે. જેના કારણે આંતર રાષ્ટ્રીય ડ્રગ રેકેટનો પર્દાફાશ થયો છે. જે મુજબ  એક હજાર કિલો ઉપરાંત ડ્રગ તથા હથિયાર પકડાયા છે. જે માટે 9 પંજાબી સહીત 20  આરોપીઓની  ધરપકડ કરવામાં આવી છે.

પકડાયેલા ડ્રગમાં 444 કિલો કોકીન ,182 કિલો ક્રિસ્ટલ મેથ ,427 કિલો ભાંગ ,ઉપરાંત બંદૂક ,ટ્રેકટર ,ટ્રેલર ,સહીત 21 વાહન જપ્ત કરાયા છે.તથા જુદા જુદા 182 આરોપ લગાવાયા છે.બધી વસ્તુઓની કિંમત 61 મિલિયન અમેરિકી ડોલર થવા જાય છે.તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.

(12:25 pm IST)