Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

વિશ્વમાં કોરોનાના નવ સ્વરૂપે અત્યાર સુધીમાં હાહાકાર મચાવ્યો

ત્રણ વેરિએન્ટ ડેલ્ટા સાથે સંકળાયેલા : પહેલી લહેરમાં અલ્ફા અને બીજીમાં ડેલ્ટા ધુણ્યો

નવી દિલ્હી તા. ૨૪ : બીજી લહેર ઓછી થવાની સાથે ડેલ્ટા પ્લસના કેસ વધવા પર કેન્દ્ર સરકારે રાજયોનેસતર્ક રહેવાં આદેશ આપ્યા છે. તેમાં ત્રણ વેરિએન્ટ ડેલ્ટા સાથે જોડાયેલા છે. ડેલ્ટા વેરિએન્ટ એટલો તાકાતવર છે કે એક વ્યકિત સાથે જોડાયેલા એક જ દિવસમાં તે ૯૦ અને ૧૫ દિવસની અંદર ૧૩૫૦ લોકોને ઝપેટમાં લઇ રહ્યા છે.

પ્રથમ લહેર દરમ્યાનભારત સહિત વિશ્વભરમાં અલ્ફા વેરિએન્ટ જ સૌથી વધુ મળી રહ્યો હતો. જે એક વ્યકિતનેએક દિવસમાં ૨૦ થી ૩૦ લોકોને સંક્રમિત કરવાની ક્ષમતા રાખતા હતા. અત્યાર સુધી આઠ લાખથી વધુ સિકવન્સીંગમાંતે આલ્ફા વેરિએન્ટનીપુષ્ટિ થઇ ચુકીછે પરંતુ ડેલ્ટા વેરિએન્ટ તેનાથી અનેક ગણું વધુ ફેલાય છે ઉપરાંત તે એ લોકોને પણ સંક્રમિત કરે છે. જેમાં કોરોના વિરુદ્ઘ એન્ટિબોડી બની ચુકી છે. બીજી લહેરમાં મળેલો આ વેરિએન્ટ અત્યાર સુધી વિશ્વભરમાં સાત લાખથી વધુ સિકવન્સીંગમાંજોવા મળ્યું છે.

ભારતમાં હજુ ૨૮ લેબમાં જીનોમ સિકવન્સીંગ ચાલી રહી છે. ભારત સરકારના ડીબીટી વિભાગ અને નવી દિલ્હીમાં આવેલઆઈજીઆઈબીસંસ્થાનની નિગરાનીમાંતે સિકવન્સીંગ કરવામાં આવી રહી છે. આઈજીઆઈબીના જ ડો. વિનોદ સ્કારિયાનું કહેવું છે કે વાયરસના અલગ અલગ વેરિએન્ટ અંગે હાલમાં જ સામે આવેલા અધ્યયનમાં મૌલ પડ્યું છે કે કોરોનાના વેરિએન્ટ જન સ્વાસ્થ્ય અને એન્ટિબોડી પ્રાપ્ત કરી ચુકેલા વસ્તી માટે પડકારજનક રહી શકે છે. તેઓએજણાવ્યુકે થોડા સમય પહેલા બીટા વેરિએન્ટમાંજે મ્યુટેશન થયું હતું. બીજી બાજુ ડેલ્ટામાં પણ તેના લીધે ડેલ્ટા પ્લસના કેસ હાલમાં ઓછા થાય પરંતુ તેના પર ખુબજ જરૂરી છે.

હાલમાં જે નવ વેરિએન્ટ વિશ્વભરમાં ફેલાયો છે. તેમાં સૌથી વધુ આલ્ફા વેરિએન્ટ ફેલાયેલો હતો. તે સૌથી પેલા બ્રિટેનમાં મળ્યો હતો. અત્યાર સુધી ૮૮૫૭૨૨ સેમ્પલ સિકવન્સીંગમાંમળી ચુકયો છે. રૂત્ર્ં અને સીડીસીનેતેને ગંભીર વેરિએન્ટ ઘોષિત કર્યો હતો. આલ્ફા વેરિએન્ટમાંજ વધુ એક મ્યુટેશન થયો હતો.

ગામા સૌથી પેલાબ્રાઝીલમાં મળેલો આ વેરિએન્ટ વિશ્વભરના ૩૭૪૧૬ સિકવન્સીંગમાંમળી ચુકયો છે. તે અત્યાર સુધીમાં ૬૫ થી વધુ દેશોમાં રહેલો છે. દક્ષિણ આફ્રિકામાં સૌથી પહેલો મળેલો આ વેરિએન્ટ અત્યારસુધીમાંવિશ્વના ૮૦થી વધુ દેશોમાં રહેલો છે. વિશ્વભરમાં ૨૪,૫૨૩ સેમ્પલના સિકવન્સીંગમાંતે મળી ચુકયો છે. ડેલ્ટા સૌથી પહેલા ભારતમાં મળેલા ડેલ્ટા વેરિએંટઅને તેમાં બે મ્યુટેશન થયા બાદ તે ત્રણેય ગંભીર શ્રેણીમાં છે. અત્યારસુધી ૮૦ થી વધુ દેશોમાં મળી ચૂકેલા છે.ડેલ્ટા વેરિએન્ટ ૬૪,૪૪૯ સેમ્પલમાં મળી ચુકયા છે.

(11:34 am IST)