Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

જે વુહાન લેબમાંથી કોરોના ફેલાવાની આશંકા છે તે લેબને ચીને સર્વશ્રેષ્ઠ એવોર્ડ માટે નોમિનેટ કરી

બીજીંગ,તા. ૨૪: કોરોના વાયરસની શરૂઆત કેવી રીતે થઈ અને આ વાયરસ કેવી રીતે ફેલાયો? આ અંગે ઘણા વિશ્લેષકોનો અભિપ્રાય પણ છે કે આ વાયરસ પ્રથમ વખત ચીનના વુહાન શહેરમાં સ્થિત લેબમાંથી ફેલાયો હતો. જોકે, વુહાન સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજી લેબમાંથી વાયરસ નીકળવાની આશંકા છે તેવા સમયે  ચીનના સર્વશ્રેષ્ઠ વૈજ્ઞાનિક એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવી છે. ચાઇનીઝ એકેડેમી ઓફ સાયન્સિસએ કોવિડ -૧૯ પર ઉત્ત્।મ સંશોધન કરવાના પ્રયત્નો માટે તેને વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજીને નામાંકિત કરવામાં આવી છે.

ઘણા અહેવાલોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે તે એકેડેમી  સાયન્સિસ ઓફ ચાઇના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ લેબ દ્વારા કરવામાં આવેલા મહત્વપૂર્ણ સંશોધનને લીધે, તે કોવિડ -૧૯ વાયરસના મૂળ, રોગશાસ્ત્ર અને રોગકારક પદ્ઘતિને સમજવામાં મદદ કરી છે. ઝીંગલી, ઝુંગલી વુહાન લેબમાં પ્રાણીસૃષ્ટિનું સંશોધન કરે છે. એકેડમી ઓફ  સાયન્સિએ કહ્યું કે વુહાન લેબના સંશોધનકારોની ટીમે વ્યાપક અને વ્યવસ્થિત રીતે કોરોના વાયરસ રોગચાળાના કારણોની તપાસ કરી છે. આના પરિણામના લીધે કોરોના વાયરસ સામે દવાઓ અને રસી બનાવવાનો માર્ગ તૈયાર થયો . વુહાન લેબ દ્વારા રોગચાળાના ફેલાવાને રોકવા અને અટકાવવા મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક અને ટેકનીક સહાય આપવામાં આવી હતી.

વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજીના સંશોધન દ્વારા કોરોના વાયરસ રોગચાળાને રોકવા અને કોરોના રસી બનાવવા માટે અભૂતપૂર્વ યોગદાન આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે  આ લેબના ડિરેકટર ડો. ઝેંગલી પર પણ ગેઇન–ફ-ફંકશન (જીઓએફ) નો ઉપયોગ કરવાનો આરોપ મૂકાયો છે. આ પ્રક્રિયામાં, વૈજ્ઞાનિકો વાયરસની અસરને વધુ સારી રીતે વિશ્લેષણ કરવાની શકિતમાં વધારો કરે છે.

રોગચાળાની શરૂઆતથી જ ચીનની ભૂમિકા વિવાદિત છે. તે વુહાન એનિમલ માર્કેટ હોય કે વૂહાનની ખતરનાક લેબ, જે ડ્રેગનના ખતરનાક ઇરાદાને જાહેર કરે છે, અહીંયા હંમેશાં સખત સુરક્ષા વ્યવસ્થા હોય છે. કોરોના ફેલાવવા માટે અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશોના આરોપોને ચીન સતત નકારી રહ્યો છે.

(10:44 am IST)