Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

નંદીગ્રામ વિધાનસભાની ચૂંટણીને ચૂંટણીના પરિણામને પડકારતી મમતા બેનરજીની રિટ પિટિશનનો ૧૧ વાગે ચુકાદો આપશે કોલકત્તા હાઇકોર્ટ

કોલકત્તા હાઇકોર્ટના જસ્ટીસ કૌશિક ચંદાની સિંગલ બેન્ચ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા નંદીગ્રામ વિધાનસભા બેઠકના પરિણામને પડકારતી રીટ પીટીશન ઉપર, અત્યારે ૧૧ વાગે ચુકાદો આપવાના છે. થોડા દિવસ પહેલાં જ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોલકત્તા હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ રાજેશ બિન્દાલને પત્ર પાઠવી જસ્ટિસ  કૌશિક ચંદા પાસેથી આ ચૂંટણી રિટ પિટિશન પછી ખેંચી લઈને અન્ય જજને આપવા લેખિત માંગણી કરી હતી. તેમણે કહેલ કે જસ્ટિસ કૌશિક ચંદા ભૂતકાળમાં ભાજપના સક્રિય સભ્ય રહી ચૂક્યા છે.

(10:08 am IST)