Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

US સ્‍પેસ એજન્‍સી નાશા અંતરીક્ષમાં કપડા સાફ કરવા માટે વિશ્‍વનો પ્રથમ સાબુ બનાવવા જઇ રહી છે

ચંદ્રથી મંગળ સુધી ઉડાન ભરવાની તૈયારી કરી રહેલા અવકાશયાત્રીઓની એક મોટી સમસ્યાનું વૈજ્ઞાનિકોએ સમાધાન શોધી કાઢ્યું છે. અવકાશયાત્રીઓને હવે તેમના કપડા ગંદા થવાની ચિંતા કરવાની રહેશે નહીં. યુએસ સ્પેસ એજન્સી નાસા અંતરિક્ષમાં કપડા સાફ કરવા માટે વિશ્વનો પ્રથમ સાબુ બનાવવા જઈ રહી છે. આ માટે નાસાએ પ્રખ્યાત કંપની ટાઈડ સાથે હાથ મિલાવ્યા છે. જે કપડા ધોવા માટે સાબુ બનાવે છે. નાસા અને ટાઇડ વચ્ચેના કરારમાં જણાવાયું છે કે સ્પેસ એજન્સી આવતા વર્ષે પરીક્ષણ માટે ટાઈડના કપડા ધોવાના સાબુને અવકાશમાં લઈ જશે. ચાલો જાણીએ કે નાસાનું ‘મિશન સોપ’ શું છે અને તે કેવી રીતે બનાવવમા આવે છે.

આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનના કાર્યકારી મુખ્ય વૈજ્ઞાનિક, માઇકલ રોબર્ટે કહ્યું કે, ખાનગી ક્ષેત્રના સ્પેસ સ્ટેશનનો યોગ્ય ઉપયોગ કરીને, આવી ઉત્પાદન પદ્ધતિઓનું અવકાશમાં પરીક્ષણ કરી શકાય છે, જે પૃથ્વી પર શક્ય નથી. આનાથી તેમના વર્તમાન ઉત્પાદનોની ગુણવત્તા વધશે અને જમીન અને નીચી-ધરતીની ભ્રમણકક્ષામાં કામ કરવાના વ્યવસાયિક મોડેલને સમજશે. હાલમાં, અવકાશયાત્રીઓનાં કપડાં પૃથ્વી પર પાછા મોકલવા પડે છે જ્યાં તેનો નાશ કરવામાં આવે છે. અવકાશયાત્રીઓને શુધ્ધ કપડાં પૂરા પાડવાનું હંમેશાં એક પડકારજનક રહ્યું છે કારણ કે અવકાશમાં માલ મોકલવાની મર્યાદા હોય છે. બીજી બાજુ, જો તમારે ચંદ્ર અથવા મંગળની મુસાફરી કરવી હોય, તો પૃથ્વી પરથી અવકાશયાત્રીઓને સ્વચ્છ કપડાં મોકલવાનું શક્ય હોતું નથી. ઉદાહરણ તરીકે, મંગળની યાત્રામાં લગભગ બેથી ત્રણ વર્ષનો સમય લાગી શકે છે. જો આ પ્રયોગ સફળ થાય છે, તો પછી ભવિષ્યના અવકાશ મિશનની દિશામાં તે એક મોટી સફળતા હશે.

બીજો મોટો પડકાર મંગળની યાત્રા દરમિયાન પાણીનો અભાવ હશે. માત્ર આ જ નહીં, જે વસ્તુઓ અવકાશયાત્રીઓના કપડાં સાફ કરશે, તે મહત્વનું છે કે તે સલામત રહે. આવી સ્થિતિમાં નાસા હવે સ્પેશમાં જ કપડાં સાફ કરવાના મિશન પર આગળ વધવા માંગે છે. આ પડકારોનો સામનો કરવા માટે, અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશનમાં એક જ કપડા અનેક દિવસો સુધી પહેરે છે. તે પછી તેઓ તેને બદલી દે છે. આને કારણે, તેમના કપડા ગંધવા લાગે છે અથવા ગંદા થઈ જાય છે. દર વર્ષે નાસા દરેક અવકાશયાત્રી માટે લગભગ 73 કિલો કપડું અવકાશ મથક પર મોકલે છે. તેને મોકલવામાં ઘણો ખર્ચ કરવો પડે છે. નાસાનો અંદાજ છે કે જો ટાઇડ અથવા અન્ય કંપનીઓ સાબુ બનાવવામાં સફળ રહી, તો અવકાશયાત્રીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા કપડાનો નાશ કરવાને બદલે તે ધોવાઇ જશે અને નાસાને આથી મોટી રાહત મળશે.

બીજી તરફ, ટાઈડએ કહ્યું છે કે અવકાશમાં ઉપયોગમાં લેવામાં અવ્તોસાબુ સંપૂર્ણ રીતે નષ્ટ થઇ જશે. આસાબુ સંપૂર્ણપણે ડિગ્રેજેબલ છે. તેથી, તે ગંધ અને ડાઘને દૂર કરી શકે છે. આટલું જ નહીં, આ સફાઈ બાદ જે પાણી બાકી વધે છે તે ફરીથી સાફ કરીને પી શકાય છે. આવતા વર્ષે અવકાશ મથક પર મોકલવામાં આવતી સામગ્રી સાથે, ટાઇડની ટીમ પરીક્ષણ કરશે કે ક્લિન-અપ એલિમેન્ટ અવકાશમાં શૂન્ય ગુરુત્વાકર્ષણ અને સૂર્યની કિરણોના કિરણોત્સર્ગ વચ્ચે કેટલું સારું કામ કરે છે. કે જેથી સફાઇ કર્યા પછી અવકાશયાત્રીઓ તેમની મુસાફરી દરમિયાન પી શકે. ટાઇડ ના કપડા સાફ કરતા સાબુને સ્પેસ સ્ટેશન પર મોકલવામાં આવશે. નાસા અને ટાઇડ એ એમ પણ કહ્યું કે તેઓ શોધી કાઢશે કે આ તકનીક ચંદ્ર અને મંગળ મિશન માટે કામ કરશે કે નહીં. ટાઇડએ કહ્યું કે આનાથી ભવિષ્યમાં પૃથ્વી પર સલામત સાબુ બનાવવામાં મદદ મળશે, જે પર્યાવરણને પ્રદૂષણથી બચાવે છે.

(12:00 am IST)