Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

પાકિસ્તાન આર્મીની મોટા ષડયંત્રને અંજામ આપવા તૈયારી :ઈદ બાદ દેશમાં કાંઈક મોટું થવાનું એંધાણ

પીઓકેના અલગ-અલગ ટ્રેનિંગ કેમ્પોમાં સક્રિય: ઘણા આતંકવાદીઓ ઘુષણખોરીની ફિરાકમાં

નવી દિલ્હી :ભારતીય ખુફિયા સુત્રોને ખાસ જાણકારી મળી છે કે પાકિસ્તાન પોતાના કબ્જાવાળા કાશ્મીર PoKમાં આતંકવાદીઓને ટ્રેનિંગ આપી રહ્યું છે. જો કે પાકિસ્તાન Financial Action Task Force કે FATFથી બચવા માટે આતંકવાદનું સમર્થન નથી કરતું તેના નાટક કરતું રહે છે.

 

કાશ્મીરમાં સુરક્ષાથી જોડાયેલ એક અધિકારીને આશંકા છેક આ અઠવાડિયે FATFની મીટિંગ ખતમ થયા બાદ ઘૂષણખોરીનો મોટો પ્રયાસ થઈ શકે છે.

ખુફિયા સુત્રોએ પીઓકેના અલગ-અલગ ટ્રેનિંગ કેમ્પોમાં સક્રિય આતંકવાદીઓનું લિસ્ટ તૈયાર કર્યું છે. ઘૂષણખોરી માટે બદનામ લિપા વેલીમાં ભારતીય સીમાની અંદર કેરન સેક્ટરની બીજી બાજુ 6 આતંકવાદી ઘૂષણખોરી માટે તૈયાર બેઠા છે. આ જ રીતે નૌગામ સેક્ટરની સામે અને રામપુર સેક્ટરની સામે લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીનના એક ડઝન આતંકવાદીઓને તૈયાર રાખવામાં આવ્યા છે.

પીર પંજાલના દક્ષિણમાં પુંછ સેક્ટરની સામે લશ્કર-એ-તૈયબાના 4 આતંકવાદી અને પાસે જ ભિંબર ગલી સેક્ટરની સામે લશ્કર એ તૈયબાના જ 6-8 આતંકવાદી ઘૂષણખોરીની લાગમાં છે. નૌશેરાની સામે જમ્મુ-કાશ્મીર ગજનવી ફોર્સના 3 આતંકવાદી ઘૂષણખોરીના આદેશની રાહ જોઈ રહ્યા છે. આ જ સમૂહનો એક આતંકવાદી શાહિદ નવીદ 8 એપ્રિલે જમ્મુમાં ધરપકડ થઈ હતી. 20 મેના રોજ ખુફિયા એજન્સીઓને ગુરેજ સેક્ટરની સામે 7-8 હિજબુલ મુજાહિદ્દીન આતંકવાદીઓ અને તેના બે ગાઈડની જાણકારી મળી હતી જે ઘૂષણખોરીની તલાશમાં છે.

 

ખુફિયા એન્જસીઓના એક રિપોર્ટ મુજબ મેના ત્રીજા અઠવાડિયામાં પીઓકેના મોટા ટ્રેનિંગ કેમ્પ નિકિયાલમાં 24 આતંકવાદીઓને પાકિસ્તાની સેનાની સ્પેશિયલ સર્વિસ ગ્રૃપના કમાન્ડો ખાસ અભિયાન માટે ટ્રેનિંગ આપી રહ્યા છે. આ આતંકવાદીઓમાં જૈશ એ મોહમ્મદના 4, અલ બદ્રના 10 અને લશ્કર એ તૈયબાના 10 આતંકવાદી છે. તેઓને કમાન્ડો અબૂ તાલા અને નિકિયાલમાં તહેનાત 10મી સિંધ રેજિમેન્ટના મેજર ઉમર ટ્રેનિંગ આપી રહ્યા છે.

 

ટ્રેનિંગ દરમિયાન ઈસ્લામ અને જિહાદનો સબક પણ સંભળાવવામાં આવે છે અને તેઓને ઈદ બાદ ઘૂષણખોરી માટે તૈયાર રહેવા કહેવામાં આવ્યું છે. કાશ્મીરમાં સેના દ્વારા ચલાવવામાં આવી રહેલ આતંકવાદ વિરોધી અભિયાનોમાં સક્રિય આતંકવાદીઓનો સફાયો થઈ ચૂક્યો છે. કલમ 370 ખતમ થવા અને રાજનૈતિક વાતચીત શરૂ થવાથી ઘાટીમાં સ્થિતિ સામાન્ય થવાના સંકેત મળી રહ્યા છે. અને આ જ કારણ છે કે પાકિસ્તાન ફરી એકવાર આતંકવાદ ભડકાવવાની કોશિશમાં છે.

(12:00 am IST)