Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હીમાં ઘરઘર રાશન યોજના ના મંજુર કરતા મુખ્યમંત્રી કેજરીવાલ અકળાયા ટવીટર દ્વારા રોષ ઠાલવ્યો કેન્દ્રની યોજના રદ કરવાના કારણો સામે આશ્ચર્ય જનક પ્રશ્નો કર્યા

કેજરીવાલે ટવીટરમાં કહ્નાં ભારત ચંદ્ર પર પહોંચી ગયું પરંતુ દિલ્હી સરકારને કેન્દ્રશ એ ત્રીજા માળે જ અટકાવી દીધી !!

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર તરફથી ઘર-ઘર રાશન યોજનાને નામંજૂર કરવા માટે નિશાન સાધ્યો છે. તેમને બુધવારે એક ટ્વિટ કરીને એક ટ્વિટ કરીને કહ્યું કે, કેન્દ્રના પત્રમાં અમારી યોજના ફગાવી દીધી. દરેક સમયે દરેક સાથે ઝગડો યોગ્ય નથી. કેજરીવાલે બંગાળ, લક્ષદ્વીપ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોથી ઝગડાનું ઉદાહરણ આપતા કહ્યું કે આટલા બધા ઝગડા સાથે દેશ કેવી રીતે આગળ વધી શકશે?

દિલ્હી સીએમે ટ્વિટ કરીને કહ્યું, કેન્દ્ર સરકારનો પત્ર આવ્યો છે. ખુબ જ દુ:ખ થયું. આવી રીતના કારણ આપીને રાશન યોજના ફગાવી દીધી- “રાશન લઈને જતી ગાડી ટ્રાફિકમાં ફસાઇ ગઇ અથવા ખરાબ થઈ ગઈ તો ત્રીજા માળ સુધી રાશન કેવી રીતે પહોંચશે?, સાંકળી ગલીમાં કેવી રીતે જશે?” કેજરીવાલે તંજ કસતા કહ્યું, “21મી સદીનું ભારત ચાંદ પર પહોંચી ગયું, તમે ત્રીજી મંજિલ પર અટકી ગયા.”

પોતાના અન્ય એક ટ્વિટમાં કેજરીવાલે કહ્યું- “બધા લોકો સાથે ઝગડો સારો નહીં- ટ્વિટર, લક્ષદ્વીપ, મમતા દીદી, મહારાષ્ટ્ર, ઝારખંડ, દિલ્હી સરકાર, ખેડૂતો વ્યાપારીઓ, પશ્ચિમ બંગાળના ચીફ સેક્રેટરી સુધી ઝગડો. આટલા બધા ઝગડા, દરેક સમયે રાજનીતિથી દેશ આગળ કેવી રીતે વધશે? ઘર-ઘર રાશન યોજના રાષ્ટ્રહિતમાં છે. તેના પર ઝગડો મત કરો.”

અરવિંદ કેજરીવાલથી પહેલા ડિપ્ટી સીએમ મનીષ સિસોદિયાએ પણ ઘર-ઘર રાશન યોજનાને રદ્દ કરવા માટે કેન્દ્ર પર હુમલો કર્યો છે. કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ સચિવના પત્રને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કાવતરું ગણાવતાં, તેમણે તેમના પર દરરોજ એક કે બીજા રાજ્ય સાથે ઝઘડવાનો આરોપ પણ લગાવ્યો હતો. સિસોદિયાએ કહ્યું કે સેક્રેટરીએ ફક્ત વડાપ્રધાનના કહેવાથી પત્ર લખ્યો અને તે યોજના બંધ કરવા પાછળ વિચિત્ર બહાના ગણાવી રહ્યા છે. તેમણે કહ્યું કે રાજ્યમાં રેશનનું વિતરણ કેવી રીતે કરવું તે નિર્ણય લેવાનો રાજ્ય સરકારનો અધિકાર છે, પરંતુ આમાં પણ કેન્દ્ર પોતાનું સંચાલન કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

(12:00 am IST)