Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

લદાખના દેપસાંગમાં નવો મોરચો ખોલવાની તૈયારીમાં છે ચીન: કેમ્પ અને વાહનો દેખાયા

 

નવી દિલ્હી : પૂર્વી લદાખના ઘણા વિસ્તારોમાં ચીન તરફથી ગતિશીલતા વધારવામાં આવી રહી છે. તેનાથી સંકેત મળી રહ્યા છે કે ચીનની પીપુલ્સ લીબેરેશન આર્મી દોલત બેગ ઓલ્ડી અને દેપસાંગ સેક્ટરમાં નવો મોરચો ખોલી શકે છે.

ઇન્ડિયા ટુડેના સુત્રોએ જણાવ્યું હતું કે, આંકડાઓની પુષ્ટી કરવામાં આવી છે કે પૂર્વી દૌલત બેગ ઓલ્ડીમાં ચીન દ્વારા ગતિવિધિઓ કરવામાં આવી રહી છે. જૂન મહિનામાં ચીની બેઝ પાસે કેમ્પ અને વાહન જોવા માટે મળ્યા હતા

ચીન તરફથી બેઝ ૨૦૧૬ પહેલા બનાવવામાં આવ્યો હતો પરંતુ મહીને સેટેલાઈટ તસવીરો પરથી ખબર પડે છે અહીં નવી શિબિરો અને વાહનો માટે ટ્રેક બનાવવામાં આવ્યા છે, જમીની ટ્રેકિંગ દ્વારા પુષ્ટી કરવામાં આવી છે. ભારતે મે મહિના અંતમાં જાણી લીધું હતું કે, ચીન દેપસાંગમાં લામબંધી કરી શકે છે અને ત્યારથી વિસ્તારમાં પોતાની હાજરી વધારી દીધી હતી. દેપસાંગ તે વિસ્તારમાં છે કે જ્યાં ચીને વર્ષ 2013માં ચીને ઘૂસણખોરી કરી હતી.

(1:07 am IST)