Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

રાજસ્થાનમાં ધોરણ-10ના પુસ્તકમાં મહારાણા પ્રતાપનું અપમાન! :રાજપુત નેતાઓ ભડક્યા

ભારે વિવાદ થતા રાજસ્થાન બોર્ડે વિવાદ બાદ ઇ-પુસ્તક હટાવ્યું

 

જયપુર :રાજસ્થાન શિક્ષણ બોર્ડના છબરડાથી વિવાદ સર્જાયો છે. ધોરણ 10ના બે વર્જનમાં અલગ અલગ વર્ણનથી રાજપુત નેતા અને રાજપરિવારમાં રોષ વ્યાપ્યો છે. ઓનલાઇન ટેક્સબુકમાં મહારાણા પ્રતાપ અંગે અપમાનજનક લેખ છે. જે પ્રિન્ટ કોપીમાં નથી. સામાજિક વિજ્ઞાનના પુસ્તકરાજસ્થાન કે ઇતિહાસ ઔર સંસ્કૃતિમાં હલ્દીઘાટીની લડાઇ અંગે લખ્યું છે કે જંગ રાણા પ્રતાપ હારી ગયા હતા.

 

જ્યારે પુસ્તકના પ્રથમ ચેપ્ટરનું શિર્ષકહિસ્ટ્રી ઓફ રાજસ્થાન-ઇસ યુદ્ધ કા પરિણામ નહીં નિકલ સકામાં કહેવાયું છે કે અકબર મેવાડને કોઇ પણ ભોગે પોતાના કબજામાં લેવા માગતા હતા અને તેના માટે તેમણે મહારાણા પ્રતાપ સાથે સમજૂતિ કરવાની કોશીશ પણ કરી હતી. પરંતુ રાણા પ્રતાપે તેની ઓફર ફગાવી દીધી હતી અને મોગલો સામે યુદ્ધ કર્યું હતું. ચેપ્ટરમાં જણાવ્યું છે કે કેવી રીતે યુદ્ધનું નામ હલ્દીઘાટી પડ્યું. કારણ કે ઘણી નવપરિણિતાઓએ યુદ્ધમાં જંગ કરી પોતાના જીવની આહૂતિ આપી હતી.

રાજસ્થાન બોર્ડના પુસ્તક અંગે ભાજપ સાંસદ અને જયપુરનાં પૂર્વ વંશજ દિયા કુમારીએ કહ્યું કે કોંગ્રેસ સરકારના ઇતિહાસવિદોએ મહારાણા ઉદય સિંહ, મહારાણા પ્રતાપ અને હલ્દીઘાટીનું અપમાન કર્યું છે. ઇતિહાસ સાથે ચેડાં માત્ર કોંગ્રેસના શાસનમાં થયું છે.” મેવાડના ઉદય સિંહને બનવીરના હત્યારા ગણાવી સંબોધિત કરવું અયોગ્ય છે. કોંગ્રેસના નેતાઓને રાજ્યના ગૌરવ કે અહીંના લોકોની લાગણીઓની ચિંતા નથી. વાસ્તવમાં રાજસ્થાન શિક્ષણ બોર્ડના 10માના પુસ્તકમાં ફેરફાર કરી લખવામાં આવ્યું છે કે હલ્દીઘાટી યુદ્ધમાં નવપરિણિત પીઠી ચોપડેલી મહિલાઓએ પુરુષવેશ ધારણ કરી યુદ્ધ લડ્યું હતું. તે અંગે દિયા કુમારીએ કહ્યું કે માત્ર ખોટું નથી પણ મહાન યૌદ્ધાઓનું જાહેર અપમાન છે.

રાજસ્થાનમાં ગેહલોત સરકારના રાજપુત મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસે ટ્વીટ કરી રાણા પ્રતાપ અંગે ખોટા તથ્યોનો વિરોધ કર્યો છે. તેમણે લખ્યું કે ઇતિહાસ સાથે કોઇ પણ પ્રકારના ચેડાં સાંખી લેવાશે નહીં. આપણા હીરોનો ઇતિહાસ આપણા માટે મહત્વપૂર્ણ છે અને તેની સુરક્ષા કરવી આપણી ફરજ પણ છે.

પુસ્તક અંગે વિવાદ સર્જાતા રાજસ્થાન શિક્ષણ બોર્ડે તપાસના આદેશ આપ્યા છે. સાથે -પુસ્તકને હટાવવાની વાત પણ કરી છે. પુસ્તકમાં એક બાજુ રાણા પ્રતાપના શૌર્યના વખાણ કર્યા છે, તો બીજી બાજુ આરબીએસઇના સોશિયલ સાયન્સના 10માના પુસ્તકમાં તેમને બિનસંયમી અને અનિયંત્રિત ગણાવ્યા છે. ખાસ વાત છે કે માત્ર ઓનલાઇન પુસ્તકમાં વાત છે, પ્રિન્ટ આવૃત્તિમાં એવું નથી. તેથી આરબીએસઇની વેબસાઇટમાંથી -પુસ્તક હટાવી દેવાયું છે.

(11:43 pm IST)