Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

કેન્દ્રીય કર્મચારીઓને માર્ચ ૨૦૨૧ સુધી હવે પગાર વધારો નહીં મળે

કોરોનાના કહેરમાં કેન્દ્રીય કર્મચારીઓને કેન્દ્રનો વધુ એક ડામ :કર્મચારીઓના વાર્ષિક પરફોર્મન્સ એસેસમેન્ટ રિપોર્ટની મુદત વધારીને માર્ચ ૨૦૨૧ કરવામાં આવી :કેન્દ્રીય કર્મીઓના પગાર વધારાની આશા નહિવત

નવી દિલ્હી :કોરોના સંકટ દરમિયાન કેન્દ્રીય કર્મચારીઓને મોટો ઝટકો લાગ્યો છે. લોકડાઉનને કારણે આર્થિક ભારણ ઘટાડવા માટે કેન્દ્ર સરકારે પહેલેથી જ મોંઘવારી ભથ્થામાં વધારાની ચુકવણી બંધ કરી દીધી છે, હવે સરકારે લાખો કેન્દ્રીય કર્મચારીઓને વધુ એક ઝટકો આપ્યો છે. સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મૂલ્યાંકન પર પ્રતિબંધ મૂક્યો છે. સરકાર દ્વારા જારી કરાયેલા આદેશ બાદ માર્ચ ૨૦૨૧ સુધીમાં કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં વધારો થવાની તમામ આશાઓ ખતમ થઈ ગઈ છે. સરકારે માર્ચ ૨૦૨૧ સુધી કર્મચારીઓના પગાર વધારાને અટકાવી દીધો છે. સરકારના આદેશ બાદ હવે કેન્દ્રીય કર્મચારીઓએ તેમના વાર્ષિક મૂલ્યાંકન માટે માર્ચ ૨૦૨૧ સુધી રાહ જોવી પડશે. કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓના વાર્ષિક પર્ફોર્મન્સ એસેસમેન્ટ રિપોર્ટ (એપીએઆર) ના પૂર્ણ થવાની અવધિ ૨૦૧૯-૨૦ માટે વધારી દીધી છે.

             એપીએઆર તારીખ વિસ્તૃત કેન્દ્ર સરકારે માર્ચ ૨૦૨૧ સુધી એપીએઆર રિપોર્ટની તારીખ વધારી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ વાર્ષિક મૂલ્યાંકન આકારણી અહેવાલ ભરવાની છેલ્લી તારીખ ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ સુધી રાખવામાં આવી હતી, પરંતુ હવે કોરોના સંકટને કારણે આર્થિક મોરચે પડકારને ધ્યાનમાં રાખીને સરકારે આગામી વર્ષ માર્ચ સુધી તેની મુદત લંબાવી દીધી છે. આનો અર્થ એ કે કેન્દ્રીય કર્મચારીઓને ઇન્ક્રીમેન્ટ અને બઢતી માટે આવતા વર્ષ સુધી રાહ જોવી પડશે. સરકારી હુકમમાં વ્યક્તિગત તાલીમ વિભાગ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે, કે કોરોના કટોકટી પછી ઉદ્ભવેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, વર્ષ ૨૦૧૯-૨૦ માટે એપીએઆર પૂર્ણ કરવાની અવધિ ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ થી વધારીને માર્ચ ૨૦૨૧ સુધી લંબાવવામાં આવી છે. કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ ગ્રુપ એ, બી અને સીના અધિકારીઓને પગાર વધારા માટે માર્ચ સુધી રાહ જોવી પડશે. અત્રે નોંધનીય છે કે કર્મચારીઓએ સામાન્ય રીતે આ મૂલ્યાંકન પ્રક્રિયા ૩૧ મે સુધીમાં પૂર્ણ કરવાની રહે છે, પરંતુ લોકડાઉનને કારણે સરકારે પહેલા તેને ડિસેમ્બર ૨૦૨૦ સુધી વધારી હતા અને હવે તેને વધારીને માર્ચ ૨૦૨૧ કરવામાં આવી છે. એપીએઆર ફોર્મ કેન્દ્રીય કર્મચારીઓ માટે વૃદ્ધિ પ્રક્રિયાના પ્રથમ પગલું છે.

(7:55 pm IST)