Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

નવી દિલ્‍હીના છત્તરપુર સ્‍થિત રાધાસ્‍વામી વ્‍યાસમાં ટૂંક સમયમાં જ વિશ્વની સૌથી મોટી કોવિડ-19 હોસ્‍પિટલ કાર્યરત થઇ જશે

નવી દિલ્હીઃ કોરોના વાયરસની મહામારી વચ્ચે ભારત જ નહીં પરંતુ વિશ્વની સૌથી મોટી કોવિડ-19 હોસ્પિટલ ટૂંક સમયમાં જ નવી દિલ્હીનાં છતરપુર સ્થિત રાધાસ્વામી વ્યાસમાં ટૂંક સમયમાં જ શરૂ થઇ જવા જઇ રહી છે.

ભારત-તિબ્બત સીમા પોલીસ (ITBP) ની ટીમે રાધાસ્વામી વ્યાસમાં 10,000થી પણ વધારે બેડવાળા કોવિડ કેર સેન્ટર સંચાલનની નોડલ એજન્સી તરીકે કાર્યભાર સંભાળ્યો છે. ITBP નાં અનુભવી ડૉક્ટરો અને પ્રશાસકોની ટીમે આજ સવારનાં રાધા સ્વામી વ્યાસ છતરપુર, નવી દિલ્હીનાં આ કેન્દ્રમાં આવીને તૈયારીઓ યુદ્ધનાં ધોરણે આરંભ કરી દીધી છે.

ITBP ની ટીમોએ દિલ્હી સરકાર અને જિલ્લા પ્રશાસનનાં અધિકારીઓ અને આશ્રમનાં વિભિન્ન અધિકારીઓની સાથે સતત બેઠકો યોજી. દિલ્હી જળ બોર્ડ અને વિદ્યુત વિભાગનાં પણ અધિકારીઓની સાથે સાઉથ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સ્ટાફ પણ બેઠકમાં હાજર રહ્યાં.

જો કે હાલમાં 26 જૂનથી લગભગ 2000 બેડની ક્ષમતાવાળું સેન્ટર પ્રારંભ કરી દેવામાં આવશે તથા ધીરે-ધીરે તેની સંખ્યામાં કોવિડ દર્દીઓ અનુસાર તેની વૃદ્ધિ સંભવ છે. તેની વધારે ક્ષમતા 10,200 બેડ સુધી કરી શકાશે. આ સેન્ટર એ અત્યાર સુધીનું સૌથી મોટું સેન્ટર હશે કે જેમાં લગભગ 1,000થી પણ વધારે ડૉક્ટરો શામેલ હોવાની સંભાવના છે.

કોરોના સાથે સંબંધિત દર્દીઓની સારવારમાં ITBP ની અગ્રણી ભૂમિકા

ભારત-તિબ્બત સીમા પોલીસ (ITBP) ને વિશેષ રીતે તેનાં સંચાલનની જવાબદારી આપવા પાછળ ખાસ કારણ એ છે કે ITBP એ કોરોનાનાં સંક્રમણ પ્રારંભ થવાથી લઇને અત્યાર સુધી પ્રત્યેક સ્તર પર ક્વૉરન્ટાઇન કેન્દ્ર અને કોરોના સાથે સંબંધિત દર્દીઓની સારવારમાં અગ્રણી ભૂમિકા નિભાવી હતી અને તેની પાસે હવે કોરોના સંક્રમણની વિરૂદ્ધ ચાલી રહેલી કાર્યવાહીમાં વિશેષ અનુભવ હાંસલ છે. એ જ કારણ છે કે ITBP ને ગૃહ મંત્રાલયે આ વિશેષ કાર્ય માટે પસંદગી કરી છે.

આ કાર્યમાં ITBP ને દિલ્હી સંબંધિત જિલ્લા પ્રશાસન સિવાય તમામ કેન્દ્રીય અર્ધસૈનિક બળોનાં ડૉક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ વગેરેની સહાયતા મળશે. આ વિશાળકાય કોવિડ કેર સેન્ટર ખૂબ મોટા વિસ્તારમાં ફેલાયેલ છે કે જ્યાં પ્રબંધન, સુરક્ષા સાથે-સાતે સતત ડૉક્ટરોની ટીમ અને અન્ય પ્રકારની મૂળભૂત આવશ્યકતાઓની જરૂરિયાત રહેશે કે જેનાં માટે મેરાથોન બેઠકો અને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

(5:35 pm IST)