Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

મોસ્કોમાં ૭૫મી વિકટ્રી પરેડ : રાજનાથસિંહ હાજર

ભારતની ત્રણેય સેનાની ટુકડી પણ પરેડમાં સામેલ

મોસ્કો તા. ૨૪ : રશિયામાં ૭૫મી વિકટ્રી ડે પરેડ શરૂઙ્ગથઈ ગઈ છે. ભારતના સમય પ્રમાણે આ પરેડ બપોરે ૧૨.૩૦ વાગે થઈ ગઈ છે. તેમાં ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ભારતીય સેનાની ટૂકડી પણ સામેલ થઈ હતી.ઙ્ગ૭૫ સભ્યોવાળી આ ટૂકડીમાં આર્મી, એરફોર્સ અને નેવીના સૈનિકો સામેલ થશે. તેની આગેવાની સિખ લાઈટ ઈનફેન્ટ્રી રેન્જિમેન્ટના મેજર રેન્કના ઓફિસર કરશે. આ રેન્જિમેન્ટે બીજા વિશ્વ યુદ્ઘમાં લડાઈ કરી હતી. આ યુદ્ઘમાં લડવા માટે એણે ચાર બેટલ ઓનર અને બે મિલિટ્રી ફોર્સ સહિત ઘણાં વીરતા પુરસ્કારઙ્ગમેળવ્યા હતા.

રાજનાથે ટ્વિટ કરીને કહ્યું કે, ૧૯૪૧-૧૯૪૫ની લડાઈમાં સોવિયત લોકોની જીતના ૭૫માં વર્ષની ઉજવણી માટે મોસ્કોમાં રેડ સ્કવોયર પર વિકટ્રી પરેડમાં સામેલ થયો. મને ગર્વ છે કે ભારતની ત્રણ સેનાની ટુકડી પણ આ પરેડમાં ભાગ લઈ રહી છે

પરેડમાં રશિયાના ૧૩ હજાર સૈનિક, આર્મીના ૨૩૪ વ્હિકલ, મિસાઈલ અને ટેન્કો સાથે માર્ચ પોસ્ટ કરવામાં આવી. ૭૫ પ્લેન ફલાઈ પોસ્ટમાં ભાગ લીધો. ચીન સહિત અન્ય ઘણાં દેશના નેતાઓ પણ આ આયોજનમાં સામેલ થવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. રશિયા દર વર્ષે જર્મનીના નાઝીઓને યુનિયન ઓફ સોવિયત સોશિયાલિસ્ટ રિપ્બલિકસ (USAR)ની જીતની યાદમાં વિકટ્રી ડે મનાવે છે.

આ સપ્તાહે રશિયામાં બંધારણમાં ફેરફાર લાવવા માટે વોટિંગ થવાનું છે. તેનાથી પુતિનનો ૨૦૨૪ પછી પણ સત્તામાં રહેવાની મુશ્કેલી સરળ થઈ જશે. તેથી આ વખતની વિકટ્રી-ડે પરેડ ખૂબ મહત્વની માનવામાં આવે છે. પુતિન દેશમાં રાષ્ટ્રવાદની ભાવના માટે વિકટ્રી ડેને ખૂબ મહત્વ આપી રહ્યા છે. તેમણે ૨૦૦૮માં આ પરેડમાં હથિયારો અને ટેન્કોને સામેલ કરવાની શરૂઆત કરી હતી.

(4:25 pm IST)