Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

ચીની હેકર્સના નિશાના પર કોવિડની સરકારી વેબસાઇટ

SBI એ પણ કર્યો આગ્રહ

નવી દિલ્હી, તા. ૨૪: ચીની હેકર્સના નિશાના પર ભારતમાં કોરોના વાયરસના આંકડાને જાહેર કરનાર સરકારી વેબસાઈટ પણ આવી ગઈ છે. આ વેબસાઈટના વિશે ભારતીય સ્ટેટ બેન્કે પોતાના ગ્રાહકોને સચેત કર્યા છે. બેન્કે કહ્યું કે આ વેબસાઈટના નામનો ઉપયોગ કરતાં હેકર્સ લિંક મોકલી શકે છે, જેના પર ક્લિક કર્યા બાદ ખાતું એક ઝટકામાં ખાલી થઈ શકે છે. 

એસબીઆઈએ એક નિવેદનમાં કહ્યું કે લગભગ ૨૦ લાખ ભારતીયોને ઈમેલ આઈડી સાઈબર અપરાધીઓને ચોરી કરી લીધી છે. હેકર્સ ઈ-મેલ આઈડી  ncov2019@gov.in વડે લોકોને ફ્રીમાં કોરોના ટેસ્ટ કરવાના નામે તેમની વ્યક્તિગત અને બેન્કની જાણકારી પ્રાપ્ત કરી રહ્યા છે. એસબીઆઈએ દેશના દિલ્હી, મુંબઈ, હૈદ્વાબાદ ચેન્નઈ અને અમદાવાદના લોકોને આ બનાવટી ઈ-મેલ વિશે  ખાસ સાવધાન રહેવા માટે કહ્યું છે.

સીબીઆઈએ ઈન્ટરપોલની સૂચનાના આધારે રાજ્યો અને કેન્દ્રશાસિતો પ્રદેશો તથા કેન્દ્રીય એજન્સીઓને બેંકિંગ ટ્રોઝન સરબેરસ વિશે સર્તક કર્યા છે જે સ્માર્ટફોન વપરાશકર્તાને કોવિડ ૧૯ સંબંધિત ખોટી લિંક ડાઉનલોડ કરવા માટે લલચાવે છે અને પછી મોબાઈલ ડેટા ચોરી કરે છે. અધિકારીઓએ મંગળવારે આ જાણકારી આપી.

અધિકારીઓના અનુસાર સરબેરસ નામની બેકિંગ ટ્રોઝનના માધ્યમથી કોવિડ ૧૯ મહામારીનો ફાયદો ઉઠાવી કોઈ વપરાશકર્તાને એવી લિંક ડાઉનલોડ કરવા માટે એસએમએસ મોકલે છે. જેમાં હેક કરનાર સોફ્ટવેર છે. ટ્રોઝન ડાઉનલોડ કરતાં આ ક્રેડિટ કાર્ડ નંબર જેવા નાણાકીય ડેટા ચોરી કરી શકે છે.

(3:34 pm IST)