Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

ચોકસીના આરોગ્ય અંગે કોર્ટને રિપોર્ટ સુપરત થશે

૧૦મી જુલાઈના દિવસે સુનાવણી

નવી દિલ્હી,તા.૨૪ : પંજાબ નેશનલ બેંકને ૧૪ હજાર કરોડ રૂપિયાનો ચુનો લગાવનાર હિરા કારોબારી મેહુલ ચોકસીને ભારત લાવવા માટે પ્રયાસો તીવ્ર બનાવવામાં આવ્યા છે. મુંબઈ હાઈકોર્ટે આજે આ સંદર્ભમાં મોટો નિર્ણય કર્યો છે. ચોકસીના આરોગ્યના સંદર્ભમાં કોર્ટને માહિતી આપવા માટે નિષ્ણાંતોની એક ટીમની રચના કરવામાં આવી ચુકી છે. આ ટીમના રિપોર્ટને જોઈને કોર્ટ નક્કી કરશે ચોકસી આરોગ્યની દ્રષ્ટિએ વિમાની યાત્રા કરવામાં સંક્ષમ છે કે કેમ. કોર્ટે ચોકસીના વકીલોને આ સુધી હીરા કારોબારીના મેડિકલ રિપોર્ટને રજુ કરવા આદેશ કર્યો હતો. હવે મુંબઈ હાઈકોર્ટે આ મામલાની સુનાવણી ૧૦મી જુલાઈના દિવસે હાથ ધરવાનો નિર્ણય કર્યો છે. નિષ્ણાંતોની ટીમ ૯મી જુલાઈના દિવસે રિપોર્ટ સુપ્રત કરશે. ફરાર કારોબારી આરોગ્યને રજુ કરીને મામલાની તપાસમાં ભાગ લેવા ભારત આવવાનો ઈન્કાર કરી રહ્યા છે.

(9:36 pm IST)