Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

BSNL હવે ICUમાં....

છેલ્લે ૨૦૦૮-૦૯માં નફો થયો હતો

નવી દિલ્હી, તા. ૨૪  : રોકડ કટોકટીનો સામનો કરી રહેલી સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલ દ્વારા સરકારને એસઓએસ મોકલીને કહ્યું છે કે, કંપની ઓપરેશન જારી રાખવામાં ખુબ મુશ્કેલી અનુભવી રહી છે. કંપનીએ કહ્યું છે કે, રોકડ કટોકટી હોવાથી જુન મહિના માટે ૮૫૦ કરોડ રૂપિયાનો પગાર ચુકવવાની બાબત તેના માટે મુશ્કેલરૂપ બની ગઈ છે. કંપની પર હાલમાં ૧૩૦૦૦ કરોડ રૂપિયાની આઉટસ્ટેંડિંગ લાયાબિલિટી છે. જેના પરિણામ સ્વરૂપે બીએસએનએસનો કારોબાર મુશ્કેલ આવી ગયો છે. બીએસએનએલની કંફોડી હાલતની સાથે સાથે નીચે મુજબ છે.

*   બીએસએનએલની હાલત હાલમાં ખુબ કંફોડી બનેલી છે

*   બીએસએનએલમાં રોકડ કટોકટી સર્જાઈ ગઈ છે જેથી જુન મહિના માટે ૮૫૦ કરોડ રૂપિયાનો અને પગાર ચુકવવાની બાબત મુશ્કેલરૂપ બની ગઈ છે

*   કંપનીએ સરકારને એસઓએસ મોકલીને પોતાની સ્થિતિની વાત કરી

*   બીએસએનએલની હાલત ખરાબ થવા માટે અનેક પરિબળો જવાબદાર રહ્યા છે

*   ૨૦૦૮-૦૯માં છેલ્લી વખત બીએસએનએલને નેટ પ્રોફિટ ૫૭૫ કરોડ રૂપિયાનો થયો હતો

*   બીએસએનએલમાં ઓપ્ટિકલ ફાઈબરનો આંકડો ૮ લાખ કિલોમીટરનો રહેલો છે

*   ૬૫૦૦ કરોડ રૂપિયામાં ટાવર કિંમત ૬૫૦૦૦ રૂપિયામાં છે

*   બીએસએનએલ દેશની સૌથી વધારે નુકસાન કરતી સરકારી કંપની તરીકે છે

*   છેલ્લા ઘણા વર્ષથી હાલત કફોડી બની છે. વધતા જતા બિનજરૂરી ખર્ચ, મેનેજમેન્ટને લઈને ઉદારસીનતા અને બિનજરૂરી અને વારંવાર સરકારની દરમિયાનગીરી તથા આધુનિકરણની યોજનામાં વિલંબના લીધે બીએસએનએલ હવે ખુબ મુશ્કેલમાં છે

*   સરકાર ફાઈવજી હરાજી માટે કામ કરી રહી છે ત્યારે બીએસએનએલ પાસે ફોરજી સ્પેકટ્મ પણ નથી

*   કંપનીની મોબાઈલ માર્કેટ હિસ્સેદારી ૨૦૦૪-૦૫થી લગભગ રોકાઈ ગઈ છે અને હાલમાં માર્કેટ હિસ્સેદારી ૧૦ ટકા રહી છે.

*   કંપનીમાં નવા પ્રાણ ફુકવા વાતચીત થઈ હોવા છતાં રોડ મેપ તૈયાર કરવામાં સફળતા મળી નથી

*   કંપનીના ગર્વનન્સમાં સુધારા નહીં થાય તો બીએસએનએલને બંધ કરી દેવાની ફરજ પડશે

*   એમટીએનએલ પહેલાથી જ મૃત હાલતમાં છે ત્યારે બીએસએનએલ હવે આઈસીયુમાં છે

(7:37 pm IST)