Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

BSNLની સામે રોકડ કટોકટી વધુ ગંભીર : પગારના પૈસા નથી

ઓપરેશન ચલાવવા માટેની બાબત અશક્ય બની હોવાની કબુલાત : કર્મચારીઓને પગારરૂપે કુલ ૮૫૦ કરોડ ચુકાવવાની બાબત મુશ્કેલ બનતા કારોબાર ડામાડોળ : લાયાબિલિટી આંક પણ ૧૩ હજાર કરોડ સુધી પહોંચ્યો

નવી દિલ્હી, તા. ૨૪  : રોકડ કટોકટીનો સામનો કરી રહેલી સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલ દ્વારા સરકારને એસઓએસ મોકલીને કહ્યું છે કે, કંપની ઓપરેશન જારી રાખવામાં ખુબ મુશ્કેલી અનુભવી રહી છે. કંપનીએ કહ્યું છે કે, રોકડ કટોકટી હોવાથી જુન મહિના માટે ૮૫૦ કરોડ રૂપિયાનો પગાર ચુકવવાની બાબત તેના માટે મુશ્કેલરૂપ બની ગઈ છે. કંપની પર હાલમાં ૧૩૦૦૦ કરોડ રૂપિયાની આઉટસ્ટેંડિંગ લાયાબિલિટી છે. જેના પરિણામ સ્વરૂપે બીએસએનએસનો કારોબાર મુશ્કેલ આવી ગયો છે. બીએસએનએલની આ જાહેરાતથી કોર્પોરેટ જગતમાં પણ ખળભળાટ મચી ગયો છે. બીએસએનએલના કોર્પોરેટ બજેટ એન્ડ બેકિંગ ડિવિઝનના વરિષ્ઠ જનરલ મેનેજર પૂરણ ચંદ્રએ ટેલિકોમ મંત્રાલયમાં જોઈન્ટ સેક્રેટરીને પત્ર લખીને પત્રમાં કહ્યું છે કે, દર મહિને રેવેન્યુ અને ખર્ચના અંતરમાં અભૂતપૂર્વ વધારો થયો છે. રેવેન્યુ અને ખર્ચમાં અંતર વધી જતા કંપનીનુ સંચાલન જારી રાખવાની બાબત તેના માટે મુશ્કેલરૂપ બની ગઈ છે. કારણ કે આ બાબત હવ  એવી સપાટી પર પહોંચી ચુકી છે જ્યાં કોઈપણ પૂરતા પ્રમાણમાં ઈક્વિટિને સામેલ કર્યા વગર બીએસએનએલના ઓપરેશનને જારી રાખવાની બાબત મુશ્કેલરૂપ બની ગઈ છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે થોડાક મહિને પહેલા બીએસએનએલની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. આ ગાળા દરમિયાન કંપનીના ચેરમેને વડાપ્રધાનને તમામ માહિતી આપી હતી. સાથે સાથે વિગતવાર રજુઆત પણ કરી હતી. જોકે, બેઠક બાદ પણ સમસ્યાનો કોઈ ઉકેલ આવી શક્યો ન હતો. આશરે ૧.૭ લાખ કર્મચારી ધરાવનાર કંપની કઈ રીતે પોતાને સંકટમાંથી બહાર કાઢી શકે છે તેને લઈને તમામ લોકો ચિંતાતુર દેખાઈ રહ્યા છે. ગયા સપ્તાહમાં પણ જાહેરક્ષેત્રની દુરસંચાર કંપનીએ સરકાર સમક્ષ કંપનીના ભાગ્ય અંગે ફેસલો કરવા માટે આગામી કાર્યવાહી સાથે સંબંધિત સલાહ માંગવા માટે પત્ર લખ્યો હતો. બીએસએનએલ સૌથી વધારે નુકસાન કરનાર ટોપ પીએસયુ પૈકી એક છે. કોટક ઈક્વિટિના અહેવાલમાં આ મુજબનો દાવો કરવામાં આવ્યો છે. બીએસએનએલને ડિસેમ્બર-૨૦૧૮ અંત સુધી ૯૦૦૦૦ કરોડ રૂપિયાનુ નુકસાન સંચાલનમાં દેખાવાની ફરજ પડી હતી. કંપનીની સમક્ષ કર્મચારીઓના પગાર અને અન્ય તમામ લાભ એક મોટી સમસ્યા બની ગઈ છે. નાણાંકીય વર્ષ ૨૦૧૮માં રિટાયરમેન્ટ બેનિફિટ સહિત કર્મચારીઓ પર ખર્ચ બીએસએનએલના સંચાલન રેવેની પૈકી ૬૬ ટકા છે. જ્યારે નાણાંકીય વર્ષ ૨૦૦૬માં આ આંકડો ૨૧ ટકા હતો. આ પહેલા રવિવારના દિવસે બીએસએનએલના એન્જીનરો અને નિષ્ણાંતોની એક ટીમ દ્વારા વડાપ્રધાન સમક્ષ કંપનીમાં નવા પ્રાણ ફુકવા માટે દરમિયાનગીરી કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, તેની હિસ્સેદારીમાં સતત વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં કંપનીને ફરી બેઠી કરી શકાય છે. કંપનીમાં એવા કર્મચારીઓની જવાબદારી નક્કી કરવી જોઈએ. જે પોતાનુ કામ યોગ્ય રીતે કરી રહ્યા નથી. બીએસએનએલની મુશ્કેલી દિનપ્રતિદિન વધી રહી છે.

માશિક રેવેન્યુ અને ખર્ચ વચ્ચે અંતર સતત વધી રહ્યું છે. આ સંદર્ભમાં મોદી સરકારને પત્ર લખીને જાણ કરવામાં આવી છે. આગામી દિવસો તેના માટે મુશ્કેલરૂપ બની શકે છે. ઓપ્ટિકલ ફાઈબરની વાત કરવામાં આવે તો ૮ લાખ કિલોમીટરમાં છે. જ્યારે ટાવરની વાત કરવામાં આવે તો ૬૫૦૦૦ વેલ્યુમાં છે. બીએસએનએલ દેશની સૌથી વધાર નુકસાન કરતી એક કંપની તરફથી છે.

(7:36 pm IST)