Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

NIAને વધુ ધારદાર કરશે મોદી સરકાર

પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાશે કેબીનેટની બેઠક

નવી દિલ્હી, તા. ર૪ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાશે. આ બેઠકમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને વધુ અધિકાર આપવા માટે બે કાયદામાં સંશોધન કરવા પર નિર્ણય લેવામાં આવી શકે છે. NIA કાયદામાં સંશોધન થયા બાદ આ તપાસ એજન્સી વિદેશમાં ભારતીયો અને ભારતીયોના હિત વિરુધ્ધ આતંકવાદીઓની પ્રવૃત્ત્િ।ઓ પર તપાસ કરી શકશે.

કેબિનેટ બેઠક બાદ સંશોધિત કાયદાને આ અઠવાડિયામાં સંસદમાં રજૂ કરવામાં આવી શકે છે. સંશોધન NIA ને સાઇબર અપરાધ અને માનવ તસ્કરી મામલે તપાસ કરવાની પણ મંજૂરી આપવામાં આવશે. અત્યાર સુધી માત્ર સંગઠનોને  'આતંકવાદી સંગઠન' તરીકે જાહેર કરવામાં આવે છે.

2017થી કેન્દ્રીય ગૃહ મંત્રાલય બે કાયદાઓ પર વિચાર કરી રહ્યું છે, જેના કારણે NIA વધુ શકિતશાલી બની શકે. મુંબઇમાં થયેલા આતંકી હુમલા બાદ 2009માં NIAનું ગઠન કરવામાં આવ્યું હતું. મુંબઇમાં થયેલા આ આતંકી હુમલામાં 117 લોકોના મોત નિપજયાં હતા.NIA અત્યાર સુધી માત્ર સંગઠનોને 'આતંકવાદી  સંગઠન' જાહેર કરે છે પરંતુ કાયદામાં સંશોધન બાદ તે વ્યકિતને પણ આતંકવાદી જાહેર કરી શકશે.

આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેબિનેટ અને આર્થિક મુદ્દે બેઠક યોજાશે. આ બેઠક સંસદ ભવનની નવી બિલ્ડીંગમાં થશે, જેની અધ્યક્ષતા પીએમ મોદી કરશે. આ બેઠકમાં NIA ને વધુ મજબૂત કરનારા સંશોધન બિલને મંજૂરી આપવામાં આવે તેવી સંભાવના છે. આ સાથે જ સરકાર બે અન્ય કાયદાઓમાં પણ સંશોધનની તૈયારી કરી રહી છે.

(4:00 pm IST)
  • જામનગરના લાખોટા તળાવની પાળ પાસેથી જિયા નામની 4 વર્ષની બાળકીને કોઈ અજાણી સ્ત્રી ઉપાડી ગયાની પ્રાથમિક આશંકા:લાખોટા તળાવના ગેટ નંબર 4 પરથી ઉપાડી ગઈ છે જે કોઈને જાણ થાય તેને આ નંબર 9377777897 પર સંપર્ક કરવા .અથવા જામનગર સિટી એ ડિવિઝન કંટ્રોલ રુમ 0288-2550200 માં જ‍ાણ કરવા જણાવ્યું access_time 2:56 pm IST

  • ઐતિહાસિક મંદિરમાં તસ્કરો ત્રાટક્યા :ચંબલમાં 50 વર્ષ જૂની બે ડઝન મૂર્તિઓની ચોરી :ચંબલ ઘાટીમાં વસેલા ફુપના જૈન મંદિરમાંથી 22 મૂર્તિઓની ચોરી થતા સનસનાટી :તમામ મૂર્તિઓ ઐતિહાસિક અને અને અંદાજે 50 વર્ષ જૂની ગણાવાઈ છે :ચોરાયેલ તમામ મૂર્તિઓ કિંમતી અને અષ્ટધાતુની હતી access_time 10:54 pm IST

  • ઇન્ડિગોની ફ્લાઈટમાં મુસાફરે પ્લેનનો દરવાજો ખોલવા કર્યો પ્રયાસ :ઇમર્જન્સી લેન્ડિંગ બાદ પોલીસને સોંપ્યો :પોલીસ અધિકારી મુજબ યાત્રી ચાલુ વિમાને દરવાજો ખોલવાનો પ્રયાસ કરતો હતો :યાત્રીને ઉતારી મુક્યા બાદ ભુવનેશ્વરની કેપિટલ હોસ્પિટલે લઇ જવાયો ; હૈદરાબાદથી ગુવાહાટી જતી ફ્લાઈટમાં બન્યો બનાવ. access_time 12:49 am IST