Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

પુલવામાં કાંડ બાદ પાકિસ્તાનને દરીયાયી માર્ગે પણ પાઠ ભણાવવાની તૈયારી હતીઃ અણુશસ્ત્રો સાથે સબમરીનો ત્રાટકવા માટે તૈયાર હતી

નવી દિલ્હી, તા.૨૪: જમ્મુ કાશ્મીરના પુલવામા ક્ષેત્રમાં સીઆરપીએફના કાફલા પર થયેલા ત્રાસવાદી હુમલા પછી ભારતે પાકિસ્તાનના બાલાકોટ ખાતે એર સ્ટ્રાઇક કરીને જોરદાર જવાબ આપ્યો હતો. એટલું જ નહીં ભારતે સમુદ્રમાં પણ પાકિસ્તાનનો સામનો કરવા મોટી તૈયારી કરી લીધી હતી. પુલવામા હુમલા પછી ભારતીય નૌકાદળ કવાયતને રોકીને પરમાણુ સબમરિન આઇએનએસ કલવરી અને ચક્ર અને આઇએનએસ વિક્રમાદિત્ય સહિત ૬૦ યુદ્ઘજહાજોને પાકિસ્તાની જળ સીમા નજીક તૈનાત કરી દીધા હતા. ઉલ્લેખનીય છે કે ૧૪ ફેબ્રુઆરીના રોજ જૈશ -એ -મહમદે પુલવામામાં સીઆરપીએફ કાફલા પર હુમલો કરતાં સીઆરપીએફના ૪૦ જવાન શહીદ થયા હતા.ભારતીય નૌકાદળ તરફથી સબમરિન્સ અને જહાજો તૈનાત થતાં પાકિસ્તાનને એવું લાગી રહ્યું હતું કે બદલાની કાર્યવાહી માટે ભારતીય નૌકાદળનેગમે તે સમયે આદેશ મળી શકે છે. પરંતુ ભારતીય વાયુસેનાએ ૨૬ ફેબ્રુઆરીના રોજ બાલાકોટ પર ત્રાટકીને ત્રાસવાદી છાવણીઓ ઉડાવી દીધી હતી. ભારત સતત પાકિસ્તાનની સેના પર નજર રાખીને બેઠું હતું પરંતુ એર સ્ટ્રાઇક પછી અચાનક પાકિસ્તાનની આધુનિક ઓગસ્ટા કલાસ સબમરિન પીએનએસ સાદ જળ વિસ્તારમાંથી અદ્રષ્ય થઇ ગઇ હતી.

લાંબા સમય સુધી પાણીની અંદર રહેવાની ક્ષમતા ધરાવતી આ સબમરિન અચાનક અદ્રષ્ય થઇ જતાં ભારતીય નૌકાદળ ચિંતામાં પડી ગયું હતું. સબમરિન કરાચી નજીકથી ગાયબ થઇ હતી અને ત્રણ દિવસમાં ગુજરાત કાંઠા કે પાંચ દિવસમાં નૌકાદળના પિૃમ કમાન્ડ એવા મુંબઇ સુધી પહોંચી શકે તેમ હતી. તે સંજોગોમાં ભારતીય નૌકાદળે સબમરિનને લોકેટ કરવા અભિયાન આદર્યું હતું. હેલીકોપ્ટર્સ અને સેટેલાઇટની મદદથી પાકિસ્તાનની તે સબમિરનને શોધવા અભિયાન ચાલ્યું હતું. આખરે ૨૧ દિવસે પનડૂબી પાકિસ્તાનના પિૃમ કાંઠેથી મળી હતી. બાલાકોટ એર સ્ટ્રાઇક પછી પાકિસ્તાને તે પનડૂબીને છુપાવી દીધી હતી.

(3:58 pm IST)