Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

આદિવાસી મહિલાઓનું શોષણ કરનારા યુવકોનું ગળું કાપી નાખવા તેલંગણા ભાજપ સાંસદની ચીમકી

લદ્યુમતી નેતાઓએ બીજેપી સાંસદ મોયમ બાપૂ રાવ વિરુદ્ઘ ફરિયાદ દાખલ કરી

નવી દિલ્હી, તા. ર૪ : તેલંગાણાના આદિલાબાદના ભાજપના સાંસદ સોયમ બાપૂ રાવનો આરોપ છે કે  આદિવાસી જિલ્લામાં મુસ્લિમ યુવકો આદિવાસી મહિલાઓનું શોષણ કરી રહ્યાં છે અને તે આ સાંખી નહી લે. ગાળ કાપવા સુધીની ધમકી આપી છે. આ ધમકી આપવાના મામલે લદ્યુમતી નેતાઓએ બીજેપી સાંસદ મોયમ બાપૂ રાવ વિરુદ્ઘ ફરિયાદ દાખલ કરી છે.

લદ્યુમતી નેતા સાજિદ ખાને આદિલાબાદ એસીપી કંચા મોહન સમક્ષ ફરિયાદ દાખલ કરી છે. સાજિદ ખાને આ નિવેદનને ખોટુ ઠેરવ્યું છે અને પોલીસ ફરિયાદ નોંધાવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સોયમ બાપૂરાવ અગાઉ તેલંગાણા રાષ્ટ્ર સમિતી અને કોંગ્રેસમાં રહી ચુકયાં છે. વર્ષ ૨૦૦૪ માં ટીઆરએસની ટિકિટ પર બોથ બેઠકથી ચૂંટણી જીત્યા પરંતુ પછીથી કોંગ્રેસમાં જોડાયા. ૨૦૧૮માં વિધાનસભા ચૂંટણીમાં તેઓ હારી ગયાંહતા . બીજેપીએ તેમને ટિકિટ આપવાનું આશ્વાસન આપ્યું જે બાદ તેમણે આ વર્ષે માર્ચ મહિનામાં બીજેપીમાં જોડાયા હતાઙ્ગ આદિલાબાદ અનુસૂચિત જનજાતિ રિઝર્વ સીટ છે.

(3:57 pm IST)