Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

જીએસટીને કારણે ગણેશમૂર્તિઓ મોંઘી થશે

મુંબઇ તા. ર૪: મૂર્તિઓની ઘડામણ માટેના કારીગરોના મહેનતાણાના દર, કાચા માલના ભાવ અને સર્વિસ ટેકસ (જીએસટી) ને કારણે આ વખતે પણ ગણેશમૂર્તિઓના ભાવમાં ૧૦ થી ૧પ ટકાનો વધારો થયો છે. ૧૮ ટકા જીએસટીને કારણે રંગ, માટી, પ્લાસ્ટર ઓફ પેરિસ, બ્રશ અને મૂર્તિના ઘડતરની જગ્યાના ખર્ચમાં વધારો થયો છે.

મૂર્તિ પર લગાવવામાં આવતા ડિસ્ટેમ્પર કલર પરનો જીએસટી ર૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરવામાં આવ્યો છે. જોકે મૂર્તિના ઘડતર પર પણ જીએસટી લાગુ કરવામાં આવ્યો છે. એથી આ વખતે એકંદરે ગણેશમૂર્તિઓની કિંમતમાં ૧૦ થી ૧પ ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

પર્યાવરણની જાગૃતિને કારણે પ્લાસ્ટર ઓફ પેરિસની જગ્યાએ માટીની મૂર્તિઓની માગ વધી રહી છે. એ મૂર્તિઓ માટે વપરાતી શાડૂ માટીની કિંમત પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિની તુલનામાં ત્રણ ગણી છે. શાડૂ માટીની ૧૬ ઇંચની મૂર્તિની કિંમત ૩૦૦૦ રૂપિયા અને પ્લાસ્ટર ઓફ પેરિસની ૧પ ઇંચની મૂર્તિની કિંમત ૧પ૦૦ રૂપિયા છે.

(3:56 pm IST)